Jamnagar Molestation Case: જામનગર મેડિકલ કોલેજ, તબીબ પર જાતીય સતામણીનો આરોપ

Arati Parmar
2 Min Read

Jamnagar Molestation Case: જામનગરની મેડિકલ કોલેજની તબીબી વિદ્યાર્થીનીએ પોતાના વિભાગના ડોક્ટર સામે સતામણીનો આરોપ મૂકતાં ખળભળાટ મચી ગયો છે. અહીંની એમ.પી. શાહ મેડિકલ કોલેજ અને જી.જી. હોસ્પિટલના એક વિભાગમાં અભ્યાસ કરતી તબીબી વિદ્યાર્થિની ડોક્ટર યુવતીએ પોતાના વિભાગના તબીબ ડો. દીપક રાવલ દ્વારા જાતીય સતામણીની ફરિયાદ કરી છે. આ અંગેની તપાસ જાતીય સતામણી કમિટીને સોંપવામાં આવી છે.

આ યુવતીએ પોલીસ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, ડો. દીપક રાવલ તેને તેના જ ફોટો પાડીને મોકલે છે, તેઓ લખે છે કે તુ ખૂબ સુંદર છે. જો કે, આ તબીબ તેને નાપાસ કરશે એવા ડરથી તેણે ફરિયાદ કરી ન હતી. ઓપરેશન થિયેટરમાં હોઈએ ત્યારે એમ કહેતા હતાં કે તુ મારી સામે જોતી નથી. એ વખતે પણ મને નાપાસ કરે એવો ડર હતો. જો કે, હવે પરીક્ષામાં પાસ થઈ જવાથી હિંમત ભેગી કરીને ફરિયાદ કરી છે.

- Advertisement -

જો આ બાબતે યોગ્ય તપાસ થશે તો ડો. દીપક રાવલ સામે અનેક ફરિયાદો હોઈ શકે છે. બીજી તરફ, આ પ્રકરણમાં એવો પણ આક્ષેપ છે કે, આ અંગે મેડિકલ કોલેજના જવાબદારો સમક્ષ મૌખિક ફરિયાદ કરાઈ હતી, પરંતુ જે તે વખતે મેડિકલ કોલેજના ડીન દ્વારા કોઈ પગલાં લેવાયા ન હતાં. જો કે, ડીનના કહેવા મુજબ માત્ર સાંભળેલી વાતો પરથી કોઈ સામે જાતીય સતામણીના આરોપ કરી શકાય નહીં. આ માટે લેખિત રજૂઆતની જરૂર રહે છે.

આખરે સમગ્ર પ્રકરણ પ્રકાશમાં આવતાં હવે મેડિકલ કોલેજમાં કાર્યરત જાતીય સતામણી સમિતિ આ કેસની તપાસ કરશે. જો કે આ સમિતિ પહેલેથી જ કાર્યરત છે, પરંતુ તેના વડા વિભાગના જ છે. આ કારણસર અન્ય વિભાગના તબીબને સમિતિના અધ્યક્ષની જવાબદારી સોંપાશે. એવી ચર્ચા છે કે, આ દિશામાં કોઈ કાર્યવાહી નહીં થાય અને યુવતીને ન્યાય પણ નહીં મળે.

- Advertisement -
Share This Article