ગુજરાતની આ પાંચ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નથી.

newzcafe
2 Min Read

અમદાવાદઃ ગુજરાત પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવારો જાહેર, જાણો કોને મળી ટિકિટ?


 ભાજપે ગુજરાત પેટાચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. વિપક્ષમાંથી ભાજપમાં જોડાયેલા તમામને ટિકિટ આપવામાં આવી છે. જેમાં પોરબંદરમાંથી અર્જુન મોઢવાડિયા, માણાવદરમાંથી અરવિંદ લાડાણી, ખંભાતમાંથી ચિરાગ પટેલ, વાઘોડિયામાંથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને બીજાપુરમાંથી સી.જે.ચાવડાને ટિકિટ આપવામાં આવી છે. બીજી તરફ ગુજરાતની આ પાંચ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નથી.


 


ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર ચૂંટણી યોજાશે. આ સાથે રાજ્યમાં ખાલી પડેલી છ બેઠકોમાંથી પાંચ વિધાનસભા બેઠકો (ખંભાત, બીજાપુર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર) પર પેટાચૂંટણી યોજાશે. ગુજરાતમાં 7મી મેના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાનની સાથે પાંચ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાશે. 4 કોંગ્રેસ, 1 AAP અને 1 અપક્ષ નેતાએ પાર્ટી અને MLA પદ પરથી રાજીનામું આપી દીધું છે અને આ નેતાઓ ભાજપમાં જોડાયા છે. જો કે વિસાવદર બેઠક પણ ખાલી છે પરંતુ પેટાચૂંટણીમાં આ બેઠકનો કોઈ ઉલ્લેખ નથી.


 


ગુજરાત વિધાનસભાની વર્તમાન સ્થિતિ


 


182 સભ્યોની ગુજરાત વિધાનસભા માટે 2022માં ચૂંટણી યોજાઈ હતી. ત્યારે ભાજપે રેકોર્ડ 156 બેઠકો જીતી હતી. ત્યારે કોંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5, અપક્ષોને 3 અને સમાજવાદી પાર્ટીને 1 સીટ મળી હતી. વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ અત્યાર સુધીમાં છ ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. ત્યારે ગુજરાત વિધાનસભાની વર્તમાન સ્થિતિ ભાજપના 156 ધારાસભ્યો, કોંગ્રેસના 13, આમ આદમી પાર્ટીના 4, 2 અપક્ષ અને સપાના 1 ધારાસભ્ય છે. જેના કારણે લોકસભા ચૂંટણીની સાથે આ છ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. ત્યારે આ બેઠકો જીતવા માટે રાજકીય પક્ષોએ મહેનત કરવી પડશે.


 


કોણે કઇ બેઠક પરથી રાજીનામું આપ્યું?


 


અરવિંદ લાડાણીએ માણાવદર, ચિરાગ પટેલ ખંભાતથી, સીજે ચાવડા બીજાપુર અને અર્જુન મોઢવાડિયાએ પોરબંદરથી કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. જ્યારે વિસાવદરના AAP ધારાસભ્ય ભૂપત ભાયાણી અને વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.

Share This Article