અમદાવાદ, તા. 20 : ગુજરાત સરકારે વધુ એક વખત પાંચ ભ્રષ્ટ અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કર્યા છે.જેમાં નર્મદા અને જળ સંપત્તિ વિભાગના 5 અધિકારીઓને નિવૃત્ત કરવામાં આવ્યા છે. જેમાં વડોદરા પંચાયત સિંચાઇ વર્તુળના અધિક મદદનીશ ઇજનેર જશવંતાસિંહ મગનભાઇ પરમાર, સરદાર સરોવર નર્મદા નિગમના અધિક મદદનીશ ઇજનેર પ્રદીપ વજાભાઇ ડામોર, સરદાર સરોવર નિગમના અધિક મદદનીશ ઇજનેર શેલેષ પ્રભાતભાઇ દેસાઇ, સુજલામ સુફલામ મહેસાણાના બાબુભાઇ રામાભાઇ દેસાઇ તથા સુરત સિંચાઇ વર્તુળમાં ફરજ બજાવતા અરાવિંદ ભીખુભાઇ માહલાને તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત્ત કરી દેવાયા છે.
આ અધિકારીઓ સામે શિક્ષાના હુકમની અમલવારી ચાલુ હોવાથી તે અંગે સમીક્ષા કરવાની રહેશે. જ્યારે બાબુભાઇ રામાભાઇ દેસાઇ તથા અરાવિંદ ભીખુભાઇ માહલા સામેની પડતર ખાતાકીય તપાસ તથા ફોજદારી કેસ કર્મચારીઓની અપરિપક્વ નિવૃત્તિ બાદ ચાલુ રહેશે.

