નાની કાર SUV એ વેચાણમાં બનાવ્યો રેકોર્ડ

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 3 Min Read

ફ્રોંક્સ, બ્રેઝા, વેન્યુ, સોનેટને પછાડી લોકોએ આ નાની SUV ને બનાવી નંબર-1, વેચાણમાં બનાવ્યો રેકોર્ડ
દેશમાં એસયુવી કારનું વેચાણ સતત વધી રહ્યું છે. આ સેગમેન્ટમાં અનેક કંપનીની કાર લોકો ખરીદી રહ્યાં છે. પરંતુ ટાટા કંપનીની ટાટા પંચે માર્કેટમાં પોતાનો દબદબો બનાવી લીધો છે.

દેશની અંદર ફોર-મીટર SUV સેગમેન્ટમાં ટાટા પંચનો એકતરફી દબદબો યથાવત છે. પાછલા મહિને એટલે કે જાન્યુઆરી 2025માં આ સેગમેન્ટમાં ફરી આ SUV સૌથી ઉપર રહી છે. પંચે પોતાની જ કંપનીની ટાટા નેક્સનની સાથે મારૂતિ ફ્રોંક્સ, મારૂતિ બ્રેઝા અને હ્યુન્ડઈ વેન્યૂને પાછળ છોડી દીધી છે. આ લિસ્ટમાં 16 હજાર યુનિટને પાર કરનારી પંચ એકમાત્ર કાર છે. તો 10 હજાર યુનિટને પાર કરનારા લિસ્ટમાં ચાર અન્ય મોડલ સામેલ છે. આ લિસ્ટમાં રેનો કાઇગર અને મારૂતિ જિમ્ની સૌથી ઓછી વેચાનારી કાર રહી છે. આવો તેના સેલ્સ પર નજર કરીએ.

- Advertisement -

સબ ફોર મીટર SUV સેલ્સ જાન્યુઆરી 2025
નં મોડલ યુનિટ
1 ટાટા પંચ/ઈવી 16,231
2 ટાટા નેક્સન/ઈવી 15,397
3 મારૂતિ ફ્રોંક્સ 15,192
4 મારૂતિ બ્રેઝા 14,747
5 હ્યુન્ડઈ વેન્યૂ 11,106
6 મહિન્દ્રા XUV3XO 8,454
7 કિઆ સોનેટ 7,194
8 હ્યુન્ડઈ એક્સટર 6,068
9 કિઆ સોરેસ 5,546
10 ટોયોટા ટૈસર 2,470
11 નિસાન મેગ્નાઇટ 2,404
12 સ્કોડા કાઇલક 1,242
13 રેનો કાઇગર 755
14 મારૂતિ જિમ્ની 163
ટોટલ 1,06,969
સબ ફોર-મીટર SUV સેગમેન્ટના જાન્યુઆરી 2025ના સેલ્સની વાત કરીએ તો ટાટા પંચ/ઈવીના 16231 યુનિટ, ટાટા નેક્સન/ઈવીના 15397 યુનિટ, મારૂતિ ફ્રોંક્સના 15192 યુનિટ, મારૂતિ બ્રેઝાના 14747 યુનિટ, વેન્યૂના 11106 યુનિટ, મહિન્દ્રા XUV3XO ના 8454 યુનિટ, કિઆ સોનેટના 7194 યુનિટ, હ્યુન્ડઈ એક્સટરના 6068 યુનિટ, કિઆ સિરોસના 5546 યુનિટ, ટોયાટા ટૈસરના 2470 યુનિટ, નિસાન મેગ્નાઇટના 2404 યુનિટ, સ્કોડા કાઇલકના 1242 યુનિટ, રેનો કાઇગરના 755 યુનિટ અને મારૂતિ જિમ્નીના 163 યુનિટનું વેચાણ થયું છે.

ટાટા પંચના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ
ટાટા પંચમાં 1.2 લિટર રેવોટ્રોન એન્જિન છે. તેનું એન્જિન 6000 rpm પર 86 PSની મહત્તમ શક્તિ અને 3300 rpm પર 113 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. તેમાં સ્ટાન્ડર્ડ તરીકે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ છે. આ સિવાય ગ્રાહકોને 5-સ્પીડ AMTનો વિકલ્પ પણ મળે છે. ટાટા પંચ મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં 18.97 kmpl અને ઓટોમેટિકમાં 18.82 kmplની માઇલેજ આપવા સક્ષમ છે. તમે તેને ઇલેક્ટ્રિક મોડલમાં પણ ખરીદી શકો છો. તેની એક્સ-શોરૂમ કિંમત 5.99 લાખ રૂપિયા છે.

- Advertisement -

ટાટા પંચમાં 7-ઇંચ ટચસ્ક્રીન સિસ્ટમ, ડિજિટલ ઈન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, ઓટો એસી, ઓટોમેટિક હેડલાઇટ્સ, કનેક્ટેડ કાર ટેક અને ક્રૂઝ કંટ્રોલ જેવા ફીચર્સ છે. સેફ્ટીની દ્રષ્ટિએ ટાટા પંચને ગ્લોબલ NCAPથી 5 સ્ટાર રેટિંગ હાસિલ છે. ટાટા નેક્સન અને ટાટા અલ્ટ્રોઝ બાદ હવે ટાટા પંચને ગ્લોબલ NCAP થી 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળી ચૂક્યું છે. ગ્લોબલ NCAP માં ટાટા પંચને એડલ્ટ ઓક્યૂપેન્ટ પ્રોટેક્શન માટે 5 સ્ટાર રેટિંગ (16453) અને ચાઇલ્ડ ઓક્યૂપેન્ટ પ્રોટેક્શન માટે 4-સ્ટાર રેટિંગ (40894) હાસિલ થયું છે

Share This Article