Indian smartphone market: સ્માર્ટફોન માર્કેટમાં મંદી, જાન્યુઆરીમાં ભારતીય નિકાસ 9.7% ઘટી

Arati Parmar
1 Min Read

Indian smartphone market: ભારતીય સ્માર્ટફોન બજાર હવે એકાએક મંદીનો સામનો કરી રહ્યું છે. આ વર્ષે જાન્યુઆરી દરમિયાન નિકાસમાં વાર્ષિક ધોરણે ૯.૭ ટકાનો ઘટાડો થયો છે. આઈડીસી અનુસાર ૨૦૨૫ના પહેલા મહિનામાં માત્ર ૧.૧૧ કરોડ સ્માર્ટફોનની નિકાસ કરવામાં આવી હતી. મિડ-રેન્જ અને પ્રીમિયમ સેગમેન્ટમાં નવા ફોન લોન્ચ થયા હોવા છતાં ગ્રાહક માંગ નબળી રહી છે અને તેના કારણે જ નિકાસમાં ઘટાડો થયો છે.

આઈડીસીના રિપોર્ટ અનુસાર ‘આ વર્ષની શરૂઆતમાં મિડ-રેન્જ અને પ્રીમિયમ સેગમેન્ટમાં ઘણા નવા ફોન લોન્ચ થયા હોવા છતાં નિકાસમાં ૯.૭ ટકાનો ઘટાડો થયો છે. નબળી ગ્રાહક માંગ વચ્ચે સરપ્લસ ઉત્પાદનને કારણે સ્માર્ટફોન નિકાસના સંદર્ભમાં માર્કેટ જાન્યુઆરી ૨૦૨૪ના સ્તર સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યું છે.

- Advertisement -

૨૦૨૪ના ચોથા ક્વાર્ટરમાં પણ સ્માર્ટફોન માર્કેટમાં નબળો ગ્રોથ જોવા મળ્યો હતો. શિપમેન્ટ ૩ ટકા ઘટીને ૩.૬ કરોડ યુનિટ રહ્યું હતુ. જોકે બજારના ઘટાડા છતાં એપલે વિકાસની અવિરત ગતિ ચાલુ રાખી છે. એપલના વાષક ધોરણે ૧૧.૭ ટકાના ગ્રોથ સિવાય ઓપ્પોએ પણ ૫.૯ ટકાનો વૃદ્ધિદર નોંધ્યો હતો. એપલ ૧૧.૪ ટકા બજાર હિસ્સા સાથે ટોચની પાંચ બ્રાન્ડમાં સ્થાન ધરાવે છે.

Share This Article