Dollar against rupee: શેરબજારમાં પીછેહટ, રૂપિયાના સામે ડોલરમાં વધતી વોલેટિલિટી

Arati Parmar
2 Min Read

Dollar against rupee: મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ આંચકા પચાવી  ફરી વધી આવ્યા હતા. શેરબજાર તૂટતાં કરન્સી બજારમાં રૂપિયા પર નેગેટીવ ઈમ્પેક્ટ જોવા મળી હતી. ડોલ રનૌ ભાવ રૂ.૮૫.૨૭ વાળા આજે સવારે રૂ.૮૫.૧૮ ખુલ્યા પછી નીચામાં ભાવ રૂ.૮૫.૦૭ થઈ ત્યારબાદ ભાવ ઝડપી ઉછળી ઉંચામાં ભાવ રૂ.૮૫.૬૭ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૫.૪૪ રહ્યા હતા.

ડોલરના ભાવ આજે ૧૭ પૈસા વધતાં રૂપિયો ૦.૨૦ ટકા તૂટયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.  ડોલર સામે રૂપિયાના ભાવમાં બે-તરફી મોટી અફડાતફડી ગુરૂવારે જોવા મળી હતી અને આજે પણ રૂપિયાના ભાવમાં ખાસ્સી ઉછળકૂદ દેખાતાં ખેલાડીઓમાં અજંપે વધ્યાનું જાણકારો જણાવી રહ્યા હતા.

- Advertisement -

દરમિયાન વિશ્વ બજારના સમાચાર મુજબ અમેરિકાના પ્રમુખની ટેરીફ વિષયક અનિશ્ચિત નીતિ તથા ફેડરલ રિઝર્વ અને ટ્રમપ્ વચ્ચે તંગદીલી છતાં વૈશ્વિક ડોલરના ભાવ મક્કમ રહ્યા હતા. અમેરિકા અને ચીન વચ્ચે વેપાર કરાર વિષયક  પ્રગતિ હવે કેવી આગળ વધે છે તેના પર બજારની નજર હતી. સાઉથ કોરિયા તથા જાપાન સાથે અમેરિકાની ટ્રેડ વિષયક વાતચીત આગળ વધી રહ્યાના વાવડ હતા.

Share This Article