Car Loan For Women: મહિલાઓના નામે કાર લોન: વ્યાજ દરમાં છૂટથી લઈને પ્રોસેસિંગ ફી માફી સુધીના ઢગલો ફાયદાઓ જાણો

Arati Parmar
3 Min Read

Car Loan For Women: સોશિયલ મીડિયા સ્ક્રોલ કરતાં કરતાં તમારી ફીડમાં એવી રીલ જરૂર આવી હશે, જેમાં કહેવામાં આવે છે કે જો તમે મહિલાના નામે કાર લેશો તો તમને ઘણો ફાયદો થશે. શરૂઆતમાં અમને પણ લાગ્યું કે આ બધું ફેક હશે, પણ પછી અમે ઊંડાણ પૂર્વક તપાસ કરી, કેટલાક આર્ટિકલ વાંચ્યા તો અમને જાણવા મળ્યું કે જેટલા ફાયદા જણાવવામાં આવી રહ્યા છે, તેના કરતાં પણ વધારે ફાયદા થાય છે. ચાલો આ વિશે જાણીએ.

ફાયદા તો અમે આપને જણાવી દઈશું, પરંતુ મહિલાના નામે કાર લોન લેતા પહેલા ક્રાઈટેરિયા પણ જાણી લો. જે મહિલાના નામે તમે લોન લેવા જઈ રહ્યા છો, તેની આવકનો પુરાવો હોવો જોઈએ. મહિલાની ઉંમર 21 વર્ષથી લઈને 65 વર્ષ સુધીની હોવી જોઈએ. નોકરી કરતી હોય કે પોતાનો બિઝનેસ કરતી હોય, બંને અરજી કરી શકે છે. મહિલાનો ક્રેડિટ સ્કોર લગભગ 750 કે તેનાથી વધુ હોવો જોઈએ. માન્ય KYC ડોક્યુમેન્ટ્સ અને રીપેમેન્ટ ટ્રેક રેકોર્ડ પણ હોવો જોઈએ.

- Advertisement -
પ્રોસેસિંગ ફી – સામાન્ય રીતે કાર લોનમાં ₹700થી ₹12,000 સુધીની પ્રોસેસિંગ ફી લાગે છે, પણ મહિલાઓના કેસમાં મોટા ભાગની બેંકો આ ફી માફ કરી દે છે. ઘણી બેંકો એડવાન્સ EMI પણ નથી લેતી અને વ્યાજના દરમાં પણ સારી ઓફર આપે છે.
ઓછો વ્યાજ દર – મહિલાઓને સૌથી મોટો ફાયદો ઓછા વ્યાજનો મળે છે. જેમ કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા મહિલાઓને 9.10%ના વ્યાજ દરે લોન ઓફર કરે છે, જ્યારે પુરુષો માટે વ્યાજ દર સામાન્ય રીતે 9.40% હોય છે. એવી જ રીતે ટાટા કેપિટલ મહિલાઓને 9.49% વ્યાજ દરે લોન ઓફર કરે છે. અહીં ધ્યાન આપવા જેવી ખાસ બાબત એ છે કે વ્યાજ દર પણ મહિલાઓના ક્રેડિટ સ્કોર, ઓફર્સ, બેંક ટુ બેંક અને અન્ય બાબતો પર નિર્ભર કરે છે.
ખાસ લાભો (Exclusive Benefits) – કેટલીક કાર લોનમાં મહિલાઓ માટે પ્રોસેસિંગ ફી પર છૂટછાટ આપવામાં આવે છે. સાથે ઓછું ઈન્શ્યોરન્સ પ્રીમિયમ અને રોડસાઈડ આસિસ્ટન્સ જેવી વધારાની સુવિધાઓ પણ મહિલાઓને મળે છે.
લોન ઝડપથી એપ્રુવલ – બેંકો અને ફાઈનાન્સ કંપનીઓ મહિલાઓની લોનને ઝડપથી અને સરળતાથી મંજૂર કરે છે. એટલે કે બેંકો અને ફાઈનાન્સ કંપનીઓ દ્વારા મહિલાઓની લોન ઝડપથી એપ્રુવ કરવામાં આવે છે.
મહિલાઓને આટલા બધા ફાયદા કેમ મળે છે? – બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ પ્રમાણે, મહિલા અરજદારોને સામાન્ય દરની સરખામણીમાં 5-10 બેઝ પોઈન્ટ ઓછું વ્યાજ, ઓછી પ્રોસેસિંગ ફી અને ફ્લેક્સિબલ રીપેમેન્ટના વિકલ્પો આપવામાં આવે છે. એટલે કે મહિલાઓના નામે કાર લોન લેવાના ફાયદા જ ફાયદા છે.
Share This Article