SRK New Project: શાહરૂખ ખાન અને ‘પુષ્પા’ ફ્રેન્ચાઈઝીના દિગ્દર્શક સુકુમાર એક ફિલ્મ માટે વાતચીત કરી રહ્યા હોવાનું કહેવાય છે.
આ ફિલ્મ ગ્રામીણ રાજકારણ પર આધારિત હશે જેમાં શાહરુખ એન્ટી હીરોના રોલમાં જોવા મળે તેવી શક્યતા છે. શાહરુખ આ પહેલાં ‘ડર’ અને ‘બાઝીગર’ સહિતની ફિલ્મોમાં એન્ટી હીરોનો રોલ કરી ચૂક્યો છે.
હાલઆ ફિલ્મનું શીર્ષક નક્કી કરવામાં આવ્યું નથી. પરંતુ કહેવાય છે કે, ફિલ્મ જાતિવાદ અને દમન જેવા વિષયો પર આધારિત હશે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન એક દેહાતી લૂકમાં જોવા મળે તે શક્ય છે.
જોકે હાલ શાહરૂખ ખાન અને સુકુમાર બંને પોતપોતાના પ્રોજેક્ટસ પુરા કરવામાં વ્યસ્ત છે. શાહરુખ ૨૦૨૭-૨૮ સુધી નવા પ્રોજેક્ટસ માટેઉપલબ્ધ નથી. તેથી આ ફિલ્મને સ્ક્રીન પર આવતાં બે-ત્રણથી વધુ વરસ લાગી શકે એમ છે.

