Delnaaz Irani:  દેવું કરી ગુજરાન ચલાવ્યું, જીવન પાટે ચઢ્યું…’ અભિનેત્રી ડેલનાઝનો સંઘર્ષભર્યો ખુલાસો

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Delnaaz Irani: ડેલનાઝ ઈરાની રિયાલિટી શો બિગ બોસમાં નજર આવી હતી. સલમાનના શો માં તેણે ખૂબ એન્ટરટેઈન કર્યા હતા. દર્શકોએ તેને ખૂબ પસંદ પણ કરી હતી. તાજેતરમાં જ ડેલનાઝે ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે ‘મે સલમાન ખાનનો શો માત્ર પૈસા માટે કર્યો હતો કેમકે તેના માથે ખૂબ લોન હતી. વર્ષ 2011માં ‘બિગ બોસ’ થયું હતું. તે સમયે હું ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ હતી. તે શો થી મે કંઈ મેળવ્યું નહીં અને કંઈ ગુમાવ્યું પણ નહીં. માત્ર એક વસ્તુ મને મળી તે છે પૈસા. પૈસા માટે મે તે શો કર્યો હતો.

મારી પર્સનલ લાઈફ ડગમગી ગઈ હતી તેથી મારે તે શો કરવો હતો. જેનાથી મને અમુક ફેરફાર મળી શકે. તે શો માં ગયા પહેલાની ડેલનાઝ કંઈક બીજી હતી અને હવે તમારી સામે ડેલનાઝ કોઈ બીજી છે જો આજના સમયમાં હું તે શો માં જાઉં તો ખૂબ ટફ કોમ્પિટીશન આપીશ. તે સમયે હું સારી પોઝિશનમાં નહોતી. સેફ રમી રહી હતી અને લોકોને પ્લીઝ કરી રહી હતી. 14 અઠવાડિયા હું ત્યાં રોકાઈને આવી છું. મને પૈસા મળ્યા, જેનાથી મે લોન ભરી. શો બાદ પોતાના માટે બાબતો અરેન્જ કરી. મને બિગ બોસ ત્યારે મળ્યું જ્યારે મને પૈસાની સૌથી વધુ જરૂર હતી.’

- Advertisement -

Share This Article