ટાઈમ્સ મેગેઝીનના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં આલિયા ભટ્ટનો સમાવેશ થાય છે
આલિયા ભટ્ટ હાલમાં મનોરંજન જગતની ટોચની અભિનેત્રી છે. આલિયાએ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી ફિલ્મોમાં અભિનય કરીને ચાહકોનો પ્રેમ મેળવ્યો છે. કરિયરની શરૂઆતમાં એક્ટિંગ માટે ટ્રોલ થયેલી આલિયા હવે તેની એક્ટિંગ માટે જાણીતી છે. આલિયાના માથા પર વધુ એક તાજ શણગારવામાં આવ્યો છે.
દુનિયાના સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં આલિયા ભટ્ટ પણ સામેલ થઈ ગઈ છે. આલિયા ભટ્ટને ટાઈમ્સ ટોપ 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં સામેલ કરવામાં આવી છે. આ લિસ્ટમાં આલિયા ભટ્ટ સહિત દુનિયાભરના લોકોના નામ સામેલ છે. આ યાદીમાં ‘સ્લમડોગ મિલિયોનેર’ ફેમ દેવ પટેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. દેવ પટેલ એક ભારતીય બ્રિટિશ અભિનેતા છે. આ સિવાય રેસલર સાક્ષી મલિકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આલિયા ભટ્ટ બોલીવુડની સાથે હોલીવુડમાં પણ પોતાની ઓળખ બનાવી રહી છે. આલિયાએ ગયા વર્ષે 2023માં ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’થી હોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આલિયાએ પોતાના 12 વર્ષના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. આલિયા હાલમાં ‘જીગ્રા’નું શૂટિંગ કરી રહી છે. તે ઘણીવાર પતિ રણબીર કપૂર અને પુત્રી રાહા સાથે જોવા મળે છે.
