Elon Musk SpaceX Launched Falcon9: પૂનમની રાતે સ્પેસએક્સનું 400મું મિશન સફળ, જોવા મળ્યુ આકાશમાં અદભૂત દ્રશ્ય

Arati Parmar
2 Min Read

Elon Musk SpaceX Launched Falcon9: ઈલોન મસ્કની સ્પેસ ટેક્નોલોજી કંપની સ્પેસએક્સે શનિવાર રાત્રે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી ફાલ્કન 9 રોકેટનું સફળ ટેસ્ટિંગ કર્યું હતું. આ લોન્ચ પૂનમની રાત્રે કરવામાં આવતાં આકાશમાં એક આકર્ષક નજારો જોવા મળ્યો હતો. આ મિશનમાં ફાલ્કન 9એ કુલ 21 સ્ટારલિંક સેટેલાઈટ્સને પૃથ્વની નીચલી કક્ષા (LEO)માં સ્થાપિત કર્યા છે. જેમાંથી 13 સેટેલાઈટ ડાયરેક્ટ ટુ સેલ ટેક્નોલોજીથી સજ્જ છે. આ ટેક્નોલોજી મોબાઈલ ટાવરના મોબાઈલ ફોનથી સીધું સેટેલાઈટ કનેક્ટિવિટી સંભવ બનાવશે. જેની મદદથી અંતરિયાળ અને નેટવર્કવહિન વિસ્તારોમાં પણ મોબાઈલ સિગ્નલ મળી શકશે.

- Advertisement -

T-Mobileની સાથે અમેરિકામાં નવી શરૂઆત

ડાયરેક્ટ-ટુ-સેલ સુવિધાની શરૂઆત અમેરિકામાં T-Mobileની સાથે પાર્ટનરશીપ કરશે. જેનો ઉદ્દેશ સમુદ્ર, પહાડો અને અન્ય અંતરિયાળ ક્ષેત્રોમાં પણ નેટવર્ક ઉપલબ્ધ કરાવશે. આ ટેસ્ટિંગ સ્પેસએકસ માટે ઐતિહાસિક રહ્યું છે. આ કંપનીની અત્યારસુધીની 400મી ફ્લાઈટ હતી. 2025માં આ 42મું ફાલ્કન 9 લોન્ચિંગ છે. લોન્ચિંગના લગભગ 2.5 મિનિટ બાદ બૂસ્ટર પૃથ્વી પર પરત ફર્યું છે અને એટલાન્ટિક સમુદ્રમાં “A Shortfall of Gravitas” નામનાં ડ્રોનશિપ પર સુરક્ષિત ઉતરાણ કરાવવામાં આવ્યું હતું.

- Advertisement -

સ્ટારલિંક નેટવર્કનું વિસ્તરણ

ફાલ્કન 9ના ઉપરી ચરણમાં તમામ 21 સેટેલાઈટ્સને લગભગ 1 કલાકમાં તેમની કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યું છે. હવે આ સેટેલાઈટ્સ પોતાના ઓપરેશનલ ઓર્બિટમાં જશે અને સ્ટારલિંકના 7000થી વધુ સેટેલાઈટ નેટવર્કને વધુ સશક્ત બનાવશે. આ નેટવર્ક વિશ્વભરમાં લો-લેટેન્સી હાઈ-સ્પીડ ઈન્ટરનેટ સેવાઓ આપી રહ્યું છે.

Share This Article