China J-36 and J-50 fighter jets: વેપાર હોય કે સંરક્ષણ, ચીન દરેક મોરચે અમેરિકાને પડકાર ફેકી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી બંને દેશો વચ્ચે ‘ટેરિફ વોર’ ચાલી રહ્યો છે. ત્યારે ચીને કહ્યું કે, તે અમેરિકાને દરેક પડકારનો જવાબ આપવા તૈયાર છે.
શું ચીને છઠ્ઠી પેઢીનું જેટ તૈયાર કર્યું છે?
આ દરમિયાન સવાલ કરવામાં આવ્યો કે, શું ચીને છઠ્ઠી પેઢીનું જેટ તૈયાર કર્યું છે? ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા અમેરિકાએ માહિતી આપી હતી કે તેમણે F-47 ફાઇટર એરક્રાફ્ટ બનાવવા પર કામ કરી રહ્યું છે. અમેરિકાની આ જાહેરાતના જવાબમાં ચીને J-36 અને J-50 જેવા વિમાનોના પ્રોટોટાઇપનું પ્રદર્શન કર્યું છે.
ચીન J-36 અને J-50 નું પરીક્ષણ
આ દરમિયાન સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં જોવા મળી રહ્યું છે કે, બે ચીની ફાઇટર પ્લેનનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. યૂઝર્સનો દાવો છે કે, આ બંને વિમાનો છઠ્ઠી પેઢીના ફાઇટર જેટ છે.
26 ડિસેમ્બરના રોજ ચેંગ્ડુના આકાશમાં જોવા મળેલું ફાઇટર જેટ J-36 છે, જેને ચેંગ્ડુ એરક્રાફ્ટ કોર્પોરેશન દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ પૂંછડી વગરની ડિઝાઇન અને ત્રણ એન્જિનવાળા ફાઇટર જેટની ખૂબ ચર્ચા થઈ રહી છે.
આજ દિવસે શેનયાંગ એરક્રાફ્ટ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ અને સંભવતઃ J-50 નામનું અન્ય પ્રોટોટાઇપ ફાઇટર જેટ ઉત્તરી ચીનના પ્લાન્ટ નજીક જોવા મળ્યું હતું. વિશ્લેષકોનું માનવું છે કે, પરીક્ષણ ફ્લાઇટ્સ દ્વારા ચીન અમેરિકાને એક પડકારરુપ સંદેશ આપી રહ્યું છે.
J-36 ફાઇટર જેટની વિશેષતાઓ
- આ ફાઇટર જેટને ત્રિકોણ અને પૂંછડી વગરની ડિઝાઇનમાં તૈયાર કરવામાં આવ્યું છે.
- આ જેટમાં ત્રણ WS-10C ટર્બોફેન એન્જિન છે, જે જેટને હાઈ સ્પીડ અને ઊંચાઈએ લાંબા અંતર સુધી ઉડવામાં મદદ કરશે.
- પાંચમી પેઢીની તુલનાએ આ ફાઇટર જેટ વધુ હથિયારો સાથે ઉડી શકે છે.
- આ જેટ ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ સેન્સર અને સાઇડ લુકિંગ એરબોર્ડ રડારથી સજ્જ છે.
- આ જેટમાં બે પાઇલટ બેસી શકે છે, જેમાંથી એક ડ્રોન નિયંત્રણનો હવાલો સંભાળશે.