Pahalgam News : પહલગામમાં નરસંહારના સમયગાળા દરમિયાન આતંકીઓએ બનાવવાનો કર્યો હતો રેકોર્ડિંગ, NIAના તપાસમાં થયો મોટો ખુલાસો

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Pahalgam News :પહલગામના બૈસરનમાં 22 એપ્રિલે આતંકીઓએ મોટા નરસંહારને અંજામ આપ્યું હતું જેમાં 26 પર્યટકોને તેમના પરિજનો અને બાળકો સામે જ ગોળી મારી દીધી હતી. આ આતંકી હુમલાની તપાસ હાલમાં એનઆઈને સોંપાઈ છે. એનઆઈએએ જ્યારે ઘટનાસ્થળે પહોંચીને પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે આતંકીઓએ આ નરસંહારનો વીડિયો રેકોર્ડિંગ કર્યો હતો. આતંકીઓ તેમના શરીર પર બોડી કેમેરા લગાવીને આવ્યા હતા.

સતત પૂછપરછનો દોર યથાવત્

- Advertisement -

એનઆઈએના સૂત્રોએ જણાવ્યું કે તપાસ એજન્સીએ આ આતંકી હુમલા અંગે જમ્મુમાં કેસ નોંધ્યો છે અને અનૌપચારીક રીતે તો આ મામલે મંગળવારથી જ તપાસ શરૂ કરી દીધી હતી. ઘટનાના દિવસે પોલીસ અને આઈજીના નેતૃત્વમાં એનઆઈએની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્યારથી જ ત્યાં તપાસનો દોર ચાલી રહ્યો છે.

તપાસમાં મળી મહત્ત્વની જાણકારી

- Advertisement -

NIA અધિકારીએ જણાવ્યું હતું કે આ ક્રૂર આતંકવાદી હુમલાની શરૂઆતની તપાસમાં સંકેત મળ્યો છે કે આતંકવાદીઓની સંખ્યા પાંચથી સાતની વચ્ચે હોઈ શકે છે અને આતંકવાદીઓને ઓછામાં ઓછા બે સ્થાનિક લોકોએ પણ મદદ કરી હતી જેમણે પાકિસ્તાનમાં તાલીમ લીધી હતી. ઘટના બાદ સુરક્ષા એજન્સીઓએ ત્રણ આતંકવાદીઓના સ્કેચ પણ જાહેર કર્યા હતા. ત્રણેય પાકિસ્તાનના છે અને તેમના નામ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા છે.

- Advertisement -
Share This Article