Digital Gold Investment Boom in India: ભારતમાં ડિજિટલ ગોલ્ડનો ક્રેઝ, જાણો કેટલાએ કર્યું રોકાણ?

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Digital Gold Investment Boom in India: સોનામાં છેલ્લા કેટલાક સમયથી તેજી જોવા મળી રહી છે. હાલમાં, સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 1 લાખ રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. સેફગોલ્ડના ફાઉન્ડર ગૌરવ માથુરે જણાવ્યું હતું કે, છેલ્લા 6 મહિનામાં લગભગ 15 મિલિયન એટલે કે 1.5 કરોડ ભારતીયોએ ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કર્યું છે. સેફગોલ્ડ એક ડિજિટલ પ્લેટફોર્મ છે જે યુઝર્સને 24×7 નાની સાઈઝમાં વૉલ્ટેડ સોનું ખરીદવા, વેચવા અને પ્રાપ્ત કરવાની સુવિધા આપે છે. સેફગોલ્ડ તનિષ્ક, એમેઝોન પે, ફોન પે અને ટાટા ન્યૂ જેવી બ્રાન્ડ્સના બેકએન્ડ ઓપરેશન્સની સંભાળ રાખે છે.

સોનું રેકોર્ડ સ્તરે

સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી રહ્યા છે અને રોકાણકારો આ કિંમતી ધાતુ ખરીદવા માટેના વધુ સરળ રસ્તા શોધી રહ્યા છે. એવામાં ડિજિટલ ગોલ્ડ એક એવો વિકલ્પ છે કે જ્યાં તમે ફક્ત 10 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. ઈન્ડસ્ટ્રીના અંદાજ મુજબ લગભગ 70-80 કરોડ ભારતીયોએ એપ્લિકેશન થકી ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કર્યું છે. હાલની તારીખમાં એવી ઘણી બધી એપ્સ છે કે જેના થકી તમે ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરી શકો છો.

- Advertisement -

ડિજિટલ ગોલ્ડ શું છે?

જ્યારે તમે ડિજિટલ ગોલ્ડ ખરીદો છો, ત્યારે એટલી જ કિંમતનું સોનું સુરક્ષિત રીતે તિજોરીમાં રાખવામાં આવે છે. રોકાણકારો નાના હોલ્ડિંગ્સ પણ વેચી શકે છે અને રકમ તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે. તમને જણાવી દઈએ કે, ડિજિટલ ગોલ્ડ સેબી કે આરબીઆઈ દ્વારા સીધું રેગ્યુલેટ થતું નથી.

ડિજિટલ ગોલ્ડના ફાયદા

ડિજિટલ ગોલ્ડમાં તમે નાની રકમથી પણ રોકાણ કરી શકો છો. આમાં સોનાની સુરક્ષા અને વીમાની જવાબદારી પ્લેટફોર્મ તરફથી આપવામાં આવે છે. SIPમાં જેમ તમે રોકાણ કરો છો એવી જ રીતે તમે થોડી થોડી રકમ ડિજિટલ ગોલ્ડમાં પણ નિવેશ કરી શકો છો.

Share This Article