Pakistan nuclear threat to India : 22 એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ 26 લોકોની હત્યા કરી હતી. આ પછી, ભારતે 6 અને 7 મેની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) ની અંદર 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો.ત્યાર હજીપણ ભારત-પાક વોર અને સીઝફાયરને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કે, પાકિસ્તાનના આતંકી હુમલા બાદ ભારતે સ્પષ્ટપણે કહ્યું હતું કે તેનું નિશાન ફક્ત આતંકવાદી છાવણીઓ હતું અને તેણે પાકિસ્તાની સેના કે ત્યાંના નાગરિકોને કોઈ નુકસાન પહોંચાડ્યું નથી.પરંતુ પાકિસ્તાને તેની અસલિયત છતી કરતાં મોર્ટાર શેલ, ડ્રોન અને મિસાઇલોથી ભારતીય લશ્કરી અને નાગરિક વિસ્તારો પર હુમલો કર્યો. તો સામે છેડે બદલો લેવા માટે, ભારતીય વાયુસેના (IAF) એ પાકિસ્તાનની અંદર 11 લશ્કરી સ્થળો પર હુમલો કર્યો. આમાંથી એક રાવલપિંડી નજીક સ્થિત નૂર ખાન લશ્કરી થાણું હતું. પાકિસ્તાની સેનાનું મુખ્ય મથક રાવલપિંડીમાં જ છે.ત્યારે અહીં તે સવાલો ઉઠવા લાગ્યા હતા કે, શું ખરેખર ભારતે પાકિસ્તાનના અણુ મથકની નજીક હુમલો કર્યો હતો જેને પગલે, પાકિસ્તાન ભારત પર પરમાણુ હુમલો કરવા અંગે સિરિયસ હતો.
બાય ધ વે,નૂર ખાન પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોની દેખરેખ રાખતી સંસ્થા, સ્ટ્રેટેજિક પ્લાન્સ ડિવિઝનના મુખ્ય મથકની નજીક છે. હવે આ પછી ન્યૂ યોર્ક ટાઈમ્સનો એક અહેવાલ આવ્યો છે જેણે ઘણી બધી હેડલાઇન્સ બનાવી છે. ન્યૂ યોર્ક ટાઈમ્સે પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમની નજીકથી જાણકારી ધરાવતા એક ભૂતપૂર્વ યુએસ અધિકારીને ટાંકીને કહ્યું હતું કે, “પાકિસ્તાનનો સૌથી ઊંડો ભય તેની પરમાણુ કમાન્ડ ઓથોરિટી ગુમાવવાનો છે. જ્યારે નૂર ખાન પર મિસાઈલ હુમલો થયો ત્યારે આ ભય ફરીથી જાગ્યો.
ભારત-પાકિસ્તાન યુદ્ધ અંગે હજુ પણ અનિશ્ચિતતા યથાવત છે. શનિવારે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી પછી, ભારત અને પાકિસ્તાને યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે અમેરિકન મધ્યસ્થી માટે ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો હતો. અમેરિકાના પ્રતિષ્ઠિત ન્યૂઝ નેટવર્ક ન્યૂ યોર્ક ટાઇમ્સ (NYT) એ આ યુદ્ધવિરામ અંગે મોટો દાવો કર્યો છે.
NYT એ તેના એક અહેવાલમાં દાવો કર્યો છે કે શરૂઆતમાં અમેરિકાને ભારત-પાકિસ્તાન યુદ્ધમાં રસ નહોતો. જે અંતર્ગત અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે અનેક સમાચાર ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકાની તે લડાઈમાં કોઈ ભૂમિકા નહીં હોય. અમેરિકા બંને દેશોને યુદ્ધ રોકવા માટે ફક્ત સૂચનો જ આપી શકે છે અને આ અમેરિકાની લડાઈ નથી, પરંતુ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સના આ નિવેદનના 24 કલાક પછી પણ, દક્ષિણ એશિયામાં પરમાણુ વિસ્ફોટના ભયને કારણે, ટ્રમ્પ વહીવટીતંત્રે આ યુદ્ધમાં મધ્યસ્થી કરવા માટે હસ્તક્ષેપ કરવો પડ્યો.
રાવલપિંડી એરબેઝ પરના હુમલાએ ‘મામલો વધુ ખરાબ કર્યો’? પાકિસ્તાનનો પરમાણુ મથક અહીં છે
NYT એ તેના અહેવાલમાં લખ્યું છે કે ભારતીય અને પાકિસ્તાની વાયુસેના વચ્ચે હવાઈ યુદ્ધ શરૂ થઈ ગયું હતું. જે અંતર્ગત પાકિસ્તાને પોતાની હવાઈ શક્તિનું પ્રદર્શન કરવા માટે ભારતીય હવાઈ ક્ષેત્રમાં 300 થી 400 ડ્રોન મોકલ્યા હતા, પરંતુ શુક્રવારે આ સમગ્ર મામલામાં એક રસપ્રદ વળાંક આવ્યો જ્યારે પાકિસ્તાનના રાવલપિંડીમાં નૂર ખાન એર બેઝ પર વિસ્ફોટ થયો, જે ઇસ્લામાબાદને અડીને આવેલ કેન્ટોનમેન્ટ શહેર છે.
ન્યૂઝ નેટવર્ક તેના અહેવાલમાં લખે છે કે આ પાકિસ્તાનનું એક મહત્વપૂર્ણ એરબેઝ છે, જે પાકિસ્તાની વિમાનોને ઇંધણ પૂરું પાડે છે.તે જ સમયે, આ વિસ્તાર પાકિસ્તાનના કેન્દ્રની નજીક પણ આવેલો છે, જે પરમાણુ ડેપોની જાળવણી અને રક્ષણ કરે છે, જેમાં ન્યૂઝ નેટવર્ક લગભગ 170 પરમાણુ બોમ્બ હોવાનો દાવો કરે છે. નેટવર્કે તેના અહેવાલમાં લખ્યું છે કે આ ઘટનાએ યુએસ વહીવટીતંત્રને યુદ્ધમાં હસ્તક્ષેપ કરવા માટે પ્રેરિત કર્યું.
પાકિસ્તાનને ભારતની ચેતવણી?
NYT એ તેના અહેવાલમાં પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમથી પરિચિત એક ભૂતપૂર્વ અધિકારીને ટાંકીને લખ્યું છે કે નૂર ખાન એરબેઝ પર મિસાઇલ હુમલો એ ચેતવણી તરીકે જોઈ શકાય છે કે ભારત પણ આવું જ કરી શકે છે. ભૂતપૂર્વ અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનને તેની પરમાણુ કમાન્ડ ઓથોરિટી નબળી પડવાનો પણ ડર છે. ન્યૂઝ નેટવર્કે તેના અહેવાલમાં લખ્યું છે કે આ પછી, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે નેશનલ કમાન્ડ ઓથોરિટીની બેઠક બોલાવી હતી, જે એક નાનું જૂથ છે જે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કેવી રીતે અને ક્યારે કરવો તે અંગે નિર્ણય લે છે. તેના નામાંકિત અધ્યક્ષ પાકિસ્તાનના વડા પ્રધાન હોય છે.
ટ્રમ્પે વાન્સને પીએમ મોદીને ફોન કરવા માટે બોલાવ્યા
NYTના અહેવાલ મુજબ, આ સમગ્ર ઘટના પછી યુએસ વહીવટીતંત્રે પરમાણુ શક્તિઓ વચ્ચે સંભવિત સંઘર્ષ ઘટાડવાનો પ્રયાસ કર્યો. પેન્ટાગોનને એ પણ જાણવા મળ્યું કે યુદ્ધવિરામ લાગુ કરવા માટે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતના હસ્તક્ષેપની બહુ ઓછી અસર થઈ. તે જ સમયે, ટ્રમ્પ વહીવટીતંત્ર પણ ચિંતિત હતું કે તણાવ ઘટાડવાના સંદેશા બંને પક્ષોના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી રહ્યા નથી.
આવી સ્થિતિમાં, ટ્રમ્પ વહીવટીતંત્રે નિર્ણય લીધો કે ઉપરાષ્ટ્રપતિ જેન્ડી વાન્સ (તેમની પત્ની ઉષાના માતા-પિતા ભારતીય ઇમિગ્રન્ટ છે, જેઓ થોડા અઠવાડિયા પહેલા ભારતની મુલાકાતથી તેમની પત્ની સાથે પાછા ફર્યા હતા) એ સીધા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરવો જોઈએ. આ અંગે, વાન્સે પીએમ મોદીને ફોન કર્યો અને ફોન પર વાતચીત દરમિયાન હુમલાના વિકલ્પો પર વિચાર કરવા વિનંતી કરી. તેમણે એમ પણ કહ્યું કે વિકલ્પમાં સંભવિત ઓફ રેમ્પનો પણ સમાવેશ થાય છે, જે પાકિસ્તાનને સ્વીકાર્ય હશે. ન્યૂઝ નેટવર્ક લખે છે કે પીએમ મોદીએ તેમની વાત સાંભળી, પરંતુ કોઈપણ વિચાર પર તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી નહીં.