હવે સ્વિગીએ 380 કર્મચારીઓને કાઢી મૂક્યા, કંપનીના CEOએ કહ્યું- આ ઘણો મુશ્કેલ નિર્ણય છે
ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગીએ શુક્રવારે 380 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી. આ વિશે માહિતી આપતાં કંપનીએ કહ્યું છે કે આ ખૂબ જ મુશ્કેલ નિર્ણય છે. બદલાવના પ્રયાસોના ભાગરૂપે તેણે આ પગલું ભર્યું છે. કંપનીએ 380 સંભવિત કર્મચારીઓને હટાવવા અંગે જણાવ્યું કે અમે અમારી ટીમને ઘટાડવા માટે આ મુશ્કેલ નિર્ણય લઈ રહ્યા છીએ. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય તમામ સંભવિત પગલાંને ધ્યાનમાં લીધા બાદ લેવામાં આવ્યો છે. આ સાથે કંપનીએ આ નિર્ણય બાદ મોકલેલા ઈમેલમાં કર્મચારીઓની માફી પણ માંગી છે.
