Army Job for Engineers: એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ માટે ભારતીય સેનામાં અધિકારી બનવાની સુવર્ણ તક

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Army Job for Engineers: જો તમે એન્જિનિયરિંગના વિદ્યાર્થી છો અને દેશની સેવા કરવાનો જુસ્સો ધરાવો છો, તો ભારતીય સેનામાં અધિકારી બનવાની તક છે. ભારતીય સેનાએ ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ (TGC-142) જાન્યુઆરી 2026 માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. આ કોર્સ તમને કોઈપણ લેખિત પરીક્ષા વિના SSB ઇન્ટરવ્યુ દ્વારા સીધા જ ભારતીય લશ્કરી એકેડેમી (IMA), દેહરાદૂન ખાતે ટ્રેનિંગ લેવાની તક આપે છે, ત્યારબાદ તમે કાયમી કમિશન મેળવીને સેનાનો ભાગ બની શકો છો.

કોણ અરજી કરી શકે છે?

આ ભરતી માટે ફક્ત અપરિણીત પુરૂષ ઉમેદવારો જ અરજી કરી શકે છે, જેઓ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ છે અથવા અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે. વય મર્યાદા વિશે વાત કરીએ તો, તે 20થી 27 વર્ષની વચ્ચે  (જેઓ 2 જાન્યુઆરી 1999થી 1 જાન્યુઆરી 2006ની વચ્ચે) હોવી જોઈએ. માન્ય યુનિવર્સિટીમાંથી B.E. અથવા B.Tech ડિગ્રી (અથવા અંતિમ વર્ષમાં અભ્યાસ) હોવી જરૂરી છે. ઉપરાંત, ડિગ્રી એ જ એન્જિનિયરિંગ શાખાઓમાં હોવી જોઈએ જેનો ઉલ્લેખ નોટિફિકેશનમાં કરવામાં આવ્યો છે.

- Advertisement -

TGC એન્ટ્રી શા માટે પસંદ કરવી?

  • કોઈ લેખિત પરીક્ષા નહીં – ઉમેદવારોની પસંદગી સીધી SSB ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે.
  • ભારતીય લશ્કરી એકેડેમી, દહેરાદૂનમાં ઉત્તમ અને શિસ્તબદ્ધ ટ્રેનિંગ આપવામાં આવશે.
  • ટ્રેનિંગ પૂર્ણ કર્યા પછી કાયમી કમિશન સાથે આર્મી ઓફિસર બનવાની તક.
  • દેશની સેવા કરવાનો ગર્વ અને આજીવન સન્માન.

અરજી કેવી રીતે કરવી?

રસ ધરાવતા ઉમેદવારો ભારતીય સેનાની સત્તાવાર વેબસાઈટ joinindianarmy.nic.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

છેલ્લી તારીખ ક્યારે છે?

આ માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા તાજેતરમાં શરૂ થઈ છે. રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ 29 મે 2025 બપોરે 3 વાગ્યા સુધી છે. ઉમેદવારો વધુ વિગતો માટે સત્તાવાર વેબસાઈટની મદદ લઈ શકે છે.

Share This Article