વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો આગામી મુકાબલો તા. 20મીએ ઓસ્ટ્રેલિયા સામે છે.

newzcafe
1 Min Read

પાકિસ્તાન ક્રિકેટ ટીમના અનેક ખેલાડીઓ બિમાર


પાકિસ્તાન ક્રિકેટ ટીમના  અનેક ખેલાડીઓ બિમાર


બેંગ્લુરુ, તા. 17 : વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો આગામી મુકાબલો તા. 20મીએ ઓસ્ટ્રેલિયા સામે છે. જે બન્ને ટીમ માટે ઘણો મહત્ત્વનો છે. પાક. ટીમને તેની પાછલી મેચમાં ભારત સામે કારમી હાર મળી છે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રારંભિક બે મેચની હાર બાદ શ્રીલંકા સામે જીત મેળવી વાપસી કરી ચૂકી છે. આ મેચ પૂર્વે પાક.ની મુશ્કેલી વધી છે. કારણ કે તેના કેટલાક ખેલાડીઓ અનફિટ છે. આથી આજનું પ્રેકટીસ સેશન રદ કરવું પડયું હતું. ઓપનર અબ્દુલ્લા શફીકને તાવ આવે છે. ઝડપી બોલર શાહિન અફ્રિદી પણ બિમાર છે. જો કે પાકિસ્તાન માટે રાહતજનક સમાચાર એ છે કે ઓપનિંગ બેટર ફખર જમાન અને સ્પિનર ઓસામા મીર ફિટ થઈ ગયા છે અને પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. ફખર જમાનને ઘૂંટણમાં પીડા હતી અને ઓસામા મીર તાવની બીમારીથી પીડિત હતો. હવે તેમાંથી બન્ને બહાર આવી ગયા છે. બન્ને ઓસ્ટ્રેલિયા સામેની મેચ પૂર્વે ફિટ છે. ફખર જમાનને મીડલ ઓર્ડરમાં ઇફ્તિખાર અહેમદનાં સ્થાને તક મળી શકે છે.

Share This Article