મોટો અપસેટ
Wednesday, 18 October 2023
મોટો અપસેટ
નેધરલેન્ડ સામે દક્ષિણ આફ્રિકાની હાર થઈ
ધર્મશાલા, તા. 17 : નેધરલેન્ડસે મોટો અપસેટ?સર્જીને દક્ષિણ આફ્રિકાને 38 રને હરાવ્યું છે. વરસાદને લીધે 38-38 ઓવરની કરાયેલી મેચમાં નેધરલેન્ડસે કપ્તાન સ્કોટ એડવર્ડસના 78 રનના સહારે આઠ વિકેટે 245 રન કર્યા બાદ ચોકર્સ આફ્રિકાના બેટધરો જામ્યા નહોતા અને ટીમ 42.5 ઓવરમાં 207 રનમાં ઓલઆઉટ થઇ જતાં વિશ્વકપ રોમાંચક બન્યો છે. બવુમાએ 16, ડી’કોકે 20, વાન ડર હુસેને ચાર અને માર્કરમે એક રન જ બનાવ્યા હતા. 44 રને ચાર વિકેટ પડી ગયા બાદ કલાસેન?(28) અને મિલર (43) બાઝી સંભાળે તેવી શક્યતા સર્જાઇ હતી પણ?એ જોડી તૂટયા બાદ આફ્રિકા વાપસી કરી શકયું નહોતું. કેશવ મહારાજે 37 દડામાં 40 રન કર્યા હતા. વાન વીકે 60 રનમાં ત્રણ, એકરમેને 16માં 1, વાન મીકેરેને 40માં બે, વાન ડર મર્વે 34માં બે અને ડી લીડે 36માં બે વિકેટ?ખેરવી હતી. અગાઉ વિશ્વકપમાં આજના મુકાબલામાં ધર્મશાલામાં સતત વરસાદને લીધે 43-43 ઓવરની કરાયેલી મેચમાં દ. આફ્રિકા સામે સ્કોટ એડવર્ડસની 78 રનની અણનમ કેપ્ટન ઇનિંગ્સથી નેધરલેન્ડની ટીમે 8 વિકેટે 24પ રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ટોસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરનાર આફ્રિકી બોલરો પ્રારંભે સફળ રહ્યા હતા, પરંતુ આખરી ઓવરોમાં ડચ ટીમના નીચલા હરોળના બેટધરો અને ખાસ કરીને કેપ્ટન એડવર્ડસની શાનદાર બેટિંગ જોવા મળી હતી. કેપ્ટન સ્કોટ એડવર્ડસ 69 દડામાં 10 ચોગ્ગા અને 1 છગ્ગાથી 78 રને નોટઆઉટ રહ્યો હતો. તે જ્યારે બેટિંગમાં આવ્યો ત્યારે નેધરલેન્ડની ટીમે 27 ઓવરમાં 112 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. દબાણની આ પરિસ્થિતિમાં પોતાની ટીમને બહાર કાઢીને તેણે નિર્ધારિત 43 ઓવરમાં 24પ રને પહોંચાડી હતી. એડવર્ડસે આઠમી વિકેટમાં વેન ડેર મર્વ સાથે મળીને ફકત 37 દડામાં 69 રનની ઝડપી ભાગીદારી કરી હતી. વેન ડેર મર્વે 19 દડામાં 3 ચોગ્ગા-1 છગ્ગાથી 29 રન કર્યાં હતા. આ પછી એડવર્ડસે નવમી વિકેટની અતૂટ ભાગીદારીમાં આર્યન દત્તના સાથમાં 19 દડામાં 41 રનનો ઉમેરો કર્યો હતો. આર્યને ફક્ત 9 દડામાં 3 છગ્ગાથી અણનમ 23 રન કર્યાં હતા. મિ. એકસ્ટ્રાનો 32 રનનો ફાળો પણ ડચ ટીમના સ્કોરમાં મહત્ત્વનો બની રહ્યો હતો. આફ્રિકી બોલરોએ આજની મેચમાં 21 વાઇડ બોલ ફેંક્યા હતા. એનગિડી, યાનસન અને રબાડાને 2-2 વિકેટ મળી હતી. નેધરલેન્ડના ટોપ ઓર્ડર બેટર્સ વિક્રમજીત (2), મેકસ ઓ’ડાઉડ (18), કોલિન એકરમેન (12), બાસ ડલીડે (2), સાઇબ્રેંડ 19 અને અનિલ તેજા (20) નિષ્ફળ રહ્યા હતા.
