Joe Root Test Records: રન મશીન જો રૂટનો જાદુ! ૨૦૨૧ પછી ફટકારી ૨૪ સદી, દુનિયામાં કોઈ નથી આસપાસ

Arati Parmar
4 Min Read

Joe Root Test Records: સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી એશેઝ ૨૦૨૫-૨૬ ની પાંચમી ટેસ્ટમાં જો રૂટે ફરી એકવાર પોતાની ક્લાસ સાબિત કરી. ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેને આ સીરીઝમાં અને ઓવરઓલ એશેઝ ઈતિહાસમાં પોતાની બીજી સદી ફટકારીને ઘણા મોટા રેકોર્ડ્સ પોતાના નામે કરી લીધા. રૂટની આ ઈનિંગ માત્ર ઈંગ્લેન્ડને મજબૂત સ્થિતિમાં લઈ જવા સુધી સીમિત ન રહી, પરંતુ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં તેનું કદ વધુ ઊંચું કરી ગઈ.

પોન્ટિંગની બરાબરી, જયવર્ધનેથી આગળ

આ સદી સાથે જો રૂટે તેની ટેસ્ટ કારકિર્દીની ૪૧મી સદી પૂરી કરી. આ સાથે તે ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન રિકી પોન્ટિંગની બરાબરી પર પહોંચી ગયો છે. એટલું જ નહીં, રૂટે કુમાર સંગાકારા (૩૮ સદી) ને પહેલા જ પાછળ છોડીને સૌથી વધુ ટેસ્ટ સદીઓની યાદીમાં સંયુક્ત રીતે ચોથું સ્થાન મેળવી લીધું હતું. આ યાદીમાં હવે તેનાથી આગળ માત્ર સચિન તેંડુલકર (૫૧) અને જેક કેલિસ (૪૫) છે.

- Advertisement -

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી

ખેલાડીમેચટેસ્ટ સદી
સચિન તેંડુલકર૨૦૦૫૧
જેક કેલિસ૧૬૬૪૫
રિકી પોન્ટિંગ૧૬૮૪૧
જો રૂટ૧૬૩૪૧
કુમાર સંગાકારા૧૩૪૩૮

૨૦૨૧ પછી રૂટનો દબદબો

જો રૂટનો અસલી સુવર્ણકાળ ૨૦૨૧ પછી જોવા મળ્યો છે. આ સમયગાળામાં તેણે ટેસ્ટ ક્રિકેટમાં ૨૪ સદી ફટકારી છે, જે કોઈપણ બેટ્સમેન કરતા ઘણી વધારે છે. સ્ટીવ સ્મિથ, કેન વિલિયમસન, હેરી બ્રુક અને શુભમન ગિલ જેવા બેટ્સમેનો આ દરમિયાન ૧૦-૧૦ સદી જ ફટકારી શક્યા છે. આ આંકડા રૂટની સાતત્યતા અને માનસિક મજબૂતી સ્પષ્ટપણે દર્શાવે છે.

- Advertisement -

૨૦૨૧ પછી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી

ખેલાડીસદી
જો રૂટ૨૪
સ્ટીવ સ્મિથ૧૦
કેન વિલિયમસન૧૦
હેરી બ્રુક૧૦
શુભમન ગિલ૧૦

વિદેશી એશેઝમાં ખાસ સિદ્ધિ

વિદેશી ધરતી પર એશેઝમાં એકથી વધુ સદી ફટકારવી હંમેશા ઈંગ્લેન્ડના બેટ્સમેનો માટે મોટો પડકાર રહ્યો છે. ૧૯૯૪/૯૫ પછી હવે જો રૂટ એવો ચોથો ઈંગ્લિશ બેટ્સમેન બન્યો છે જેણે એક જ અવે એશેઝ સીરીઝમાં બે સદી ફટકારી. આ પહેલા માઈકલ વૉન અને એલિસ્ટર કૂક ત્રણ-ત્રણ સદી, જ્યારે જોનાથન ટ્રોટ બે સદી ફટકારી ચૂક્યા છે.

- Advertisement -

વિદેશી એશેઝ સીરીઝમાં ઈંગ્લેન્ડ માટે એકથી વધુ સદી (૧૯૯૪/૯૫ પછી)

ખેલાડીસીરીઝસદી
માઈકલ વૉન૨૦૦૨/૦૩
એલિસ્ટર કૂક૨૦૧૦/૧૧
જોનાથન ટ્રોટ૨૦૧૦/૧૧
જો રૂટ૨૦૨૫/૨૬

૫૦ ને ૧૦૦ માં બદલવાની કળા

જો રૂટની કારકિર્દીનું સૌથી રસપ્રદ પાસું તેનો કન્વર્ઝન રેટ છે. ૨૦૧૨ માં ડેબ્યૂથી લઈને ૨૦૨૦ સુધી રૂટનો ૫૦ ને ૧૦૦ માં બદલવાનો દર માત્ર ૨૫.૭૫ ટકા હતો, પરંતુ ૨૦૨૧ પછી આ આંકડો ઉછળીને ૫૮.૫૩ ટકા સુધી પહોંચી ગયો છે. આ ફેરફાર તેની રમતમાં આવેલા ધૈર્ય, શોટ સિલેક્શન અને મેચ અવેરનેસનું પરિણામ છે.

જો રૂટનો ટેસ્ટમાં ૫૦ ને ૧૦૦ માં બદલવાનો રેકોર્ડ

સમયગાળોકન્વર્ઝન રેટ
૨૦૧૨–૨૦૨૦૨૫.૭૫%
૨૦૨૧ પછી૫૮.૫૩%

૧૫૦+ સ્કોરમાં પણ એલિટ ક્લબ

ટેસ્ટ ક્રિકેટમાં ૧૫૦ થી વધુ રનની ઈનિંગ્સ રમવી એ મહાનતાની ઓળખ માનવામાં આવે છે. જો રૂટ હવે આ યાદીમાં ૧૭ ઈનિંગ્સ સાથે સામેલ થઈ ગયો છે. તેનાથી આગળ સચિન તેંડુલકર (૨૦), બ્રાયન લારા અને સંગાકારા (૧૯-૧૯) તથા ડોન બ્રેડમેન (૧૮) છે.

ટેસ્ટ ક્રિકેટમાં ૧૫૦+ સ્કોર

ખેલાડી૧૫૦+ ઈનિંગ્સ
સચિન તેંડુલકર૨૦
બ્રાયન લારા૧૯
કુમાર સંગાકારા૧૯
ડોન બ્રેડમેન૧૮
જો રૂટ૧૭
મહેલા જયવર્ધને૧૬
રિકી પોન્ટિંગ૧૫

સ્કોરકાર્ડ પર એક નજર

મેચની વાત કરીએ તો સમાચાર લખાયા ત્યાં સુધી ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં આઠ વિકેટે ૩૮૦ થી વધુ રન બનાવી લીધા હતા. જો રૂટ ૧૬૦ રન બનાવીને ક્રિઝ પર છે, જ્યારે હેરી બ્રુકે ૮૪ અને વિકેટકીપર જેમી સ્મિથે ૪૬ રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી માઈકલ નેસર, મિચેલ સ્ટાર્ક અને સ્કોટ બોલેન્ડે બે-બે વિકેટ ઝડપી હતી.

Share This Article