New Jersey Skydiving Plane Crash: ન્યૂજર્સીમાં સ્કાયડાઈવિંગ વિમાન ટેકઓફ દરમિયાન તૂટી પડ્યું, એરપોર્ટ પર ભયાનક દુર્ઘટના

Arati Parmar
By Arati Parmar 1 Min Read

New Jersey Skydiving Plane Crash: ન્યૂજર્સીમાં ક્રોસ કીઝ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. વાસ્તવમાં ટેકઓફ દરમિયાન એક સ્કાય ડાઈવિંગ વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યુ છે, જેમાં 15 લોકો સવાર હતા. આ દુર્ઘટના બુધવારે સાંજે 5:30 વાગ્યા આસપાસ ઘટી હતી.

અધિકારીઓએ જણાવ્યું કે, સ્થાનિક સમય પ્રમાણે સાંજે 5:30 વાગ્યે ક્રીઝ એરપોર્ટ પર સેસના 208 બી વિમાન એરપોર્ટ પર ટેકઓફ કરી રહ્યું હતું, ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ આ જાણકારી આપી છે.

- Advertisement -

પાંચ લોકો થયા ઘાયલ

FAAના જણાવ્યા પ્રમાણે ક્રેશ થયેલા વિમાનનો ઉપયોગ સ્કાય ડાઈવિંગ માટે કરવામાં આવી રહ્યો હતો અને ક્રેશ સમયે તેમાં 15 લોકો સવાર હતા. ગ્લુસેસ્ટર કાઉન્ટી ઈમરજન્સી મેનેજમેન્ટે આ ઘટનાને એક મોટી ઘટના ગણાવી છે.

- Advertisement -

 

Share This Article