Canada Open Badminton: ભારતના કિદામ્બી શ્રીકાંતે બુધવારે કેનેડા ઓપન સુપર 300 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ત્રણ ગેમના રોમાંચક મુકાબલામાં પોતાના દેશબંધુ પ્રિયાંશુ રાજાવતને હરાવીને પુરુષ સિંગલ્સના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ યુવા આયુષ શેટ્ટી હારીને બહાર થઈ ગયો હતો.
વર્લ્ડ ચેમ્પિયનશિપ 2021ના સિલ્વર મેડલ વિજેતા શ્રીકાંતે પહેલા રાઉન્ડની મેચમાં પાછળ રહીને વાપસી કરીને રાજાવતને 53 મિનિટમાં 18-21, 21-19, 21-14થી હરાવ્યો હતો. શ્રીકાંત મે મહિનામાં મલેશિયા માસ્ટર્સમાં રનર-અપ રહ્યો હતો. બીજી મેચમાં, શંકર મુથુસામી સુબ્રમણ્યમે શેટ્ટીને 23-21, 21-12થી હરાવ્યો હતો.