જબજસ્ત આવકથી જીએસટીએ સરકારી તિજોરી છલકાવી

Reena Brahmbhatt
2 Min Read

નવી દિલ્હી, તા.1 : મોંઘવારી, બેરોજગારીની ગમે તેવી વાતો થાય પરંતુ હકીકત એ છે કે કેન્દ્ર સરકારને કર-વેરાની આવકમાં ટંકશાળ પડી રહી છે. લોકસભા ચૂંટણી ચાલી રહી છે અને સરકારને અત્યાર સુધીની સૌથી મોટી આવક થઈ છે. જીએસટી (માલ અને સેવા કર)ની આવકે ઈતિહાસ રચતાં પહેલીવાર એપ્રિલમાં કલેક્શન ર લાખ કરોડને પાર પહોંચી ગયું છે. જીએસટી કલેક્શનમાં ટોચના 3 રાજ્યમાં મહારાષ્ટ્ર, કર્ણાટક પછી ગુજરાત રહ્યું છે. દેશનો જીએસટી સંગ્રહ એપ્રિલ મહિનામાં 2.10 લાખ કરોડે પહોંચ્યો હતો જે ગયા વર્ષના સમાન ગાળાની તુલનામાં 12.4 ટકા વધારે છે. દેશમાં ર017થી જીએસટી વ્યવસ્થા શરૂ થઈ છે ત્યારથી પહેલીવાર કલેક્શન રૂ.ર લાખ કરોડથી વધુ રહ્યું છે.
44 gst

ઉપરાંત નેટ રેવન્યૂ (રિફંડ બાદ) 1.9ર લાખ કરોડ રહ્યું છે જેમાં વર્ષ પ્રતિ વર્ષ 17.1 ટકાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે આ આંકડો 1.78 લાખ કરોડ રૂપિયા હતા જ્યરારે એપ્રિલ 2023માં તે વધીને 1.87 લાખ કરોડ થયો હતો. એપ્રિલ ર0ર4ના કુલ જીએસટી સંગ્રહમાં સેન્ટ્રલ જીએસટી (સીજીએસટી) રૂ.43846 કરોડ, સ્ટેટ જીએસટી (એસજીએસટી) રૂ.પ3પ38 કરોડ અને આઈજીએસટી રૂ.996ર3 કરોડ તથા સેસ રૂ.13ર60 કરોડ સામેલ છે. નાણા મંત્રી નિર્મલા સીતારમન અને નાણાં મંત્રાલયે સોશિયલ મીડિયા એકસ પર જીએસટી કલેક્શનના આંક જારી કર્યા હતા. સરકારી આંક અનુસાર નાણાંકીય વર્ષ ર0ર3-ર4 માટે કુલ ગ્રોસ જીએસટી કલેક્શન ર0.18 લાખ કરોડ રહ્યું છે જે અગાઉના નાણાંકીય વર્ષની તુલનાએ 0.18 લાખ કરોડ વધુ

- Advertisement -
Share This Article