Bullion Market Investments: શેર-બોન્ડ માર્કેટમાં મોટો કડાકો? વૉરન બફે બાદ રોબર્ટ કિયોસાકીની મોટી આગાહી

Arati Parmar
2 Min Read

Bullion Market Investments : વિશ્વભરમાં શેરબજાર છેલ્લા કેટલાક સમયથી ભારે અસ્થિરતા અનુભવ કરી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ અને ટેરિફ યુદ્ધને કારણે આર્થિક પરિસ્થિતિ વધુ જટિલ બની રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે, બર્કશાયર હેથવેના ચેરમેન વોરન બફેએ પોતાના વલણમાં મોટો ફેરફાર કર્યો છે. વર્ષો સુધી સોનું અને ચાંદી જેવી કિંમતી ધાતુઓને “નોન-પ્રોડક્ટિવ એસેટ” ગણાવતા બફે હવે તેને સલામત રોકાણ ગણાવી રહ્યા છે.

કિયોસાકીનું એલર્ટ : શેર-બોન્ડમાં ક્રેશ

- Advertisement -

‘રિચ ડેડ, પુઅર ડેડ’ના લેખક અને જાણીતા રોકાણકાર રોબર્ટ કિયોસાકીએ ચેતવણી આપી છે કે આગામી સમયમાં સ્ટોક અને બોન્ડ માર્કેટમાં મોટો તૂટો (ક્રેશ) આવશે. તેમણે ફરી એકવાર કહ્યું છે કે સોનું અને ચાંદી જ સાચા અર્થમાં સલામત રોકાણ છે.

Safe Haven તરફ વધતી દોડ

- Advertisement -

આ વર્ષે સોના-ચાંદીના ભાવમાં 45%થી વધુનો ઉછાળો નોંધાયો છે. Safe Haven (સલામત રોકાણ વિકલ્પ)માં મળતા રિટર્નને કારણે હવે વોરન બફે પણ તેને સમર્થન આપી રહ્યા છે. 1998માં બફેએ સોનાને બેકાર ગણાવ્યું હતું, પરંતુ હવે તેઓ પોતે તેમાં રોકાણ કરવા પ્રોત્સાહન આપી રહ્યા છે.

કિયોસાકીની સ્પષ્ટ સલાહ

- Advertisement -

કિયોસાકીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે, “વોરન બફે વર્ષોથી મારા જેવા સોના અને ચાંદીના રોકાણકારોની ટીકા કરતા હતા. પરંતુ હવે તેઓ તેને ટેકો આપી રહ્યા છે, તેનો સ્પષ્ટ અર્થ છે કે શેર-બોન્ડ માર્કેટ તૂટવાના છે અને મંદી વધવાની છે.”

તેમણે વધુમાં ઉમેર્યું કે હવે મોડું થાય તે પહેલાં સોનું, ચાંદી, બિટકોઈન અને ઇથેરિયમ ખરીદવાનો સમય આવી ગયો છે.

બિટકોઇનનું પણ સમર્થન

રોબર્ટ કિયોસાકી લાંબા સમયથી સોનું, ચાંદી અને ક્રિપ્ટોકરન્સીના સમર્થક રહ્યા છે. ખાસ કરીને તેમણે બિટકોઇનને સૌથી અસરકારક રોકાણ ગણાવ્યું છે. કારણ કે તેની ડિઝાઇન અને મર્યાદિત સપ્લાયને કારણે તે ભવિષ્ય માટે સૌથી સલામત વિકલ્પ ગણાય છે.

Share This Article