RBI Repo Rate: બેંકોએ EMI નથી ઘટાડી, પરંતુ હોમ લોન લેનારાઓને થઈ રહ્યો છે લાખોનો ફાયદો, શું છે બચતનું સીક્રેટ?

Arati Parmar
2 Min Read

RBI Repo Rate: ભારતીય રિઝર્વ બેંક (RBI) વાણિજ્યિક બેંકોને ટૂંકા ગાળાની લોન આપે છે, જેને રેપો રેટ કહેવામાં આવે છે. લેટેસ્ટ નાણાકીય નીતિ (MPC) એપ્રિલ 2026 મુજબ RBIએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેને પહેલાની જેમ જ 5.25 ટકા પર જ રાખ્યો છે. જેનાથી હોમ લોન લેનારાઓને લાખો રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે. બજારોને પણ આ જ અપેક્ષા હતી અને RBI આ અપેક્ષાઓ પર ખરી ઉતરી છે.

RBIએ રેપો રેટ કેમ ન બદલ્યા?

આ વધતી જતી મોંઘવારીમાં જ્યારે RBIએ રેપો રેટ બદલ્યા નથી, તો આ લોન લેનારાઓ માટે સારા સમાચાર જ છે. યુએસ-ઈરાન યુદ્ધ વચ્ચે એમ પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગેસ સિલિન્ડરની અછત, પરિવહનમાં મોંઘવારી, એવામાં RBIએ ફેરફારને બદલે રાહત આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેથી લોકોને સમસ્યાઓનો સામનો ન કરવો પડે અને અગાઉના ઘટાડાની અસર પૂરેપૂરી દેખાય.

- Advertisement -

હોમ લોન લેનારાઓને ફાયદો જ ફાયદો

RBIના રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાથી હોમ લોનની EMIમાં તરત જ કોઈ ફરક પડશે નહીં. પરંતુ 2025માં બેસિસ પોઈન્ટના ઘટાડાને કારણે ઉધાર લેનારાઓને પહેલાથી જ મોટો ફાયદો મળેલો છે. હોમ લોનના વ્યાજ દરો પહેલાની જેમ જ રહેશે. જો લોંગ ટર્મ પ્લાનિંગ છે, તો તેના માટે બજેટ બનાવવું તમારા માટે સરળ રહેશે. એક્સપર્ટ્સનું માનીએ તો, રેપો રેટમાં ફેરફાર ન થવાનો સૌથી મોટો ફાયદો એ લોકોને થશે જેઓ પહેલીવાર ઘર લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.

રિયલ એસ્ટેટ પર પણ પડશે અસર

રિયલ એસ્ટેટનો વ્યવસાય લોનના વ્યાજ પર જ નિર્ભર કરે છે. એવામાં રેપો રેટ ઓછા કે વધારે થવા પર માર્કેટ પર વધુ અસર પડે છે. જ્યારે લોન રેટ પહેલાથી જ ખબર હોય છે ત્યારે વધુમાં વધુ લોકો પ્રોપર્ટી ખરીદવાનું પ્લાનિંગ કરવા લાગે છે. ડેવલપર્સ પણ પોતાના પ્રોજેક્ટને વધુ સારા બનાવવાનું પ્લાનિંગ કરી શકે છે. એવામાં રિયલ એસ્ટેટ માટે આ એક સારી ડીલ છે.

- Advertisement -
Share This Article