Teja Engineering IPO Listing: શેર માર્કેટમાં મંગળવારે મોટો રેકોર્ડ બન્યો. એસએમઈ (SME) સેગમેન્ટમાંથી રેકોર્ડ 6 આઈપીઓ (IPO) લિસ્ટ થયા. આ પહેલા આ જ વર્ષે 24 જૂને એક દિવસમાં સૌથી વધુ 4 કંપનીઓનું લિસ્ટિંગ થયું હતું. મંગળવારે લિસ્ટ થયેલા આઈપીઓ (IPO) માં તેજા એન્જિનિયરિંગ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Teja Engineering Industries Limited) નો પણ શેર સામેલ રહ્યો. આ શેર NSE SME પર 90% ના પ્રીમિયમ પર લિસ્ટ થયો. ત્યારબાદ તેમાં ઉછાળો આવ્યો અને તેની કિંમત આઈપીઓ (IPO) પ્રાઈઝની સરખામણીએ આશરે બમણી થઈ ગઈ.
તેજા એન્જિનિયરિંગનો આ શેર 30 જૂનથી 2 જુલાઈ સુધી ખુલ્લો હતો. તેનો આઈપીઓ (IPO) પ્રાઈઝ (ઈશ્યૂ પ્રાઈઝ) 220 રૂપિયા હતો. તેનો ઈશ્યૂ સાઈઝ 37.36 કરોડ રૂપિયા હતો. કંપનીએ કુલ 17 લાખ શેર જાહેર કર્યા હતા, જે સંપૂર્ણપણે ફ્રેશ ઈશ્યૂ હતો.
રોકાણકારોને નહોતો ગમ્યો આઈપીઓ (IPO)
આ આઈપીઓ (IPO) ને રોકાણકારો તરફથી ખૂબ સારું સમર્થન નહોતું મળ્યું. રિટેલ કેટેગરીમાં આ માત્ર 0.32 ગણો જ ભરાઈ શક્યો હતો એટલે કે અડધા રોકાણકારોએ પણ તેને સબસ્ક્રાઈબ કર્યો નહોતો. તેનું એક મોટું કારણ કિંમત પણ રહી.
આ આઈપીઓ (IPO) ના એક લોટમાં 600 શેર હતા. એસએમઈ (SME) સેગમેન્ટમાં રિટેલ એટલે કે સામાન્ય રોકાણકારોએ ઓછામાં ઓછા બે લોટ બુક કરવાના હોય છે. એવામાં તેના બે લોટની કિંમત 2.64 લાખ રૂપિયા હતી. આટલા રૂપિયામાં આઈપીઓ (IPO) ને બુક કરાવવો રોકાણકારો માટે ખૂબ જોખમી લાગ્યો.
સાથે જ આ ગ્રે માર્કેટમાં પણ આ આઈપીઓ (IPO) નું પ્રદર્શન ખૂબ સારું નહોતું. બુકિંગ બંધ થવાના એક દિવસ પહેલા સુધી તેનો જીએમપી (GMP) ઝીરો હતો. બુકિંગના અંતિમ દિવસે તેમાં માત્ર 1.36% નો ઉછાળો આવ્યો. એવામાં પણ રોકાણકારોએ આ આઈપીઓ (IPO) ને બુક કરવો યોગ્ય ન સમજ્યો.
પહેલા જ દિવસે બમણો ફાયદો
આજે લિસ્ટિંગવાળા દિવસે આ આઈપીઓ (IPO) એ ગ્રે માર્કેટના આંકડા નિષ્ફળ કરી દીધા અને આ 90 ટકાના ઉછાળા સાથે લિસ્ટ થયો. લિસ્ટિંગ બાદ તેમાં તેજી આવી અને સીધી 5 ટકાની અપર સર્કિટ લાગી ગઈ. એવામાં પહેલા દિવસે આ શેર 99.50% ની તેજી સાથે 438.90 રૂપિયા પર પહોંચી ગયો. એટલે કે પહેલા જ દિવસે રોકાણકારોને બમણો નફો થઈ ગયો.
શું કરે છે કંપની?
તેજા એન્જિનિયરિંગની સ્થાપના વર્ષ 2023 માં થઈ હતી. આ કંપની ઓઈલ એન્ડ ગેસ, પાવર અને એનર્જી સેક્ટરમાં સહાયતા તેમજ સપોર્ટ સર્વિસ આપે છે. કંપની પ્રોજેક્ટ આસિસ્ટન્સ હેઠળ એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રેક્ટ, કોમ્પ્રીહેન્સિવ મેન્ટેનન્સ કોન્ટ્રેક્ટ, ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ અને ઈરેક્શન તેમજ કમિશનિંગ સેવાઓ ઉપલબ્ધ કરાવે છે. આ સિવાય કંપની ટર્નકી સોલ્યુશન્સ અને કોમર્શિયલ ઉપયોગ માટે ગેસ સ્ટેશનોની સ્થાપનામાં પણ એક્સપર્ટ છે.
ડિસ્ક્લેમર: આ વિશ્લેષણમાં આપવામાં આવેલા સૂચનો વ્યક્તિગત વિશ્લેષકો અથવા બ્રોકિંગ કંપનીઓના છે, અમે રોકાણકારોને સલાહ આપીએ છીએ કે કોઈ પણ રોકાણનો નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતોની સલાહ લઈ લે. કારણ કે શેર બજારની પરિસ્થિતિઓ ઝડપથી બદલાઈ શકે છે.

