ICC Women’s World Cup: ICC મહિલા વનડે: સિદરા અમીનને ભારત સામે ડ્રામા માટે દંડ ફટકારાયો

Arati Parmar
2 Min Read

ICC Women’s World Cup: આઈસીસી મહિલા વનડે વર્લ્ડ કપનો રોમાંચ શરૂ થઈ ચૂક્યો છે. 5 ઓક્ટોબરે રવિવારે યોજાયેલી ભારત-પાકિસ્તાનની મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને પરાજિત કરી હતી. આ મુકાબલામાં પાકિસ્તાનના ખેલાડીઓનો ડ્રામા વાઈરલ થયા છે.જેમાં પાકિસ્તાનની બેટર સિદરા અમીનને આઈસીસીએ આચાર સંહિતાનો ભંગ કરવા બદલ દંડ પણ ફટકાર્યો છે.

બેટર સિદરાએ આઈસીસી કોડ ઓફ કંડક્ટના લેવલ-1નું ઉલ્લંઘન કરવા બદલ દોષિત ઠેરવાઈ છે. સિદરા 40મી ઓવરમાં આઉટ થતાં ગુસ્સે થઈ હતી, અને તે પોતાનું બેટ જોર-જોરથી પીચ પર પછાડવા લાગી હતી. મેદાન પર હાજર એમ્પાયર્સને તેનો આ વ્યવહાર યોગ્ય લાગ્યો ન હતો. તેથી તેમણે તેની વિરૂદ્ધ રિપોર્ટ નોંધાવ્યો હતો.

- Advertisement -
Share This Article