Canada immigration challenges for Indians: ભારત જ નહીં પરંતુ દુનિયાભરના લોકો પશ્ચિમના દેશોથી આકર્ષિત થતા રહ્યા છે, જેમાં અમેરિકા, કેનેડા, યુરોપની લાઈફ સ્ટાઈલ અને આર્થિક રીતે વધારે સધ્ધર થવા માટે મહત્વના દેશો માનવામાં આવે છે. જોકે, ભારત પણ દુનિયાની દ્રષ્ટિમાં તેની આર્થિક સ્થિતિને વધારે મજબૂત બની રહ્યું છે. જોકે, આમ છતાં લોકો કેનેડા અને અમેરિકા જેવા દેશોમાં જવા માટેના પ્રયાસ કરે છે. કેનેડાના જાણકાર અને મૂળ ભારતીય અને મોટાભાઈથી જાણીતા હેમંત શાહ પોતાના કેનેડાના અનુભવ પર નિચોડ આપી રહ્યા છે. જેમાં કેનેડા અને અમેરિકા તથા કેનેડા અને ભારતના સંબંધોનો ઉલ્લેખ અહીં મહત્વનો બની જાય છે. હેમંત શાહ કે જેઓ પાંચ દાયકાથી કેનેડામાં વસે છે અને તેમણે કેનેડાને પોતાની કર્મભૂમિ બનાવી છે. જેમણે કેનેડાના સ્થાનિક મીડિયામાં જે રજૂઆત કરી છે તેનો સંદર્ભ લઈને અહીં વાત મૂકવામાં આવી છે. મોટાભાઈ કેનેડા જવા માટે ઉત્સુક ભારતીય યુવાનોને ધ્યાનમાં રાખીને મહત્વની વાત અહીં કરી રહ્યા છે. તેમણે ટેરિફ સહિતના મામલે વાત કરી છે જેની અસર ત્યાં રહેતા ઈમિગ્રન્ટ્સ પર પણ પડી શકે છે.
હેમંતા શાહ કહે છે કે, કેનેડાની 79% નિકાસ યુએસ એટલે કે અમેરિકામાં જાય છે, તેથી ઓટોમોટિવ, ફર્નિચર, સ્ટીલ અને લાકડા જેવા મુખ્ય ક્ષેત્રો ટેરિફ અને વેપાર પ્રતિબંધોથી ભારે પ્રભાવિત થયા છે. જો આ પડકારો ચાલુ રહે અને યુએસ પ્રતિબંધો અથવા માંગમાં ઘટાડો થવાને કારણે કેનેડિયન ઉદ્યોગોને ધીમા અથવા બંધ કરવાની ફરજ પડી શકે છે, જે ગંભીર ચિંતા ઉભી કરે છે – જેમ કે, નોકરીઓ ક્યાંથી આવશે, ખાસ કરીને નવા ઇમિગ્રન્ટ્સ અને કેનેડા આવવાની યોજના બનાવી રહેલા ભારતીય વ્યાવસાયિકો માટે પણ આ મહત્વનો સવાલ બની શકે છે.
તેઓ જણાવે છે કે, ભારતના ઘણા યુવાનો કેનેડા જવાની તૈયારી કરી રહ્યા છે, છતાં મોટાભાગના લોકોને ઇમિગ્રેશન એક્સપર્ટ્સ દ્વારા વર્તમાન આર્થિક પડકારો અને રોજગારની પરિસ્થિતિ વિશે સ્પષ્ટ અને વાસ્તવિક ચિત્ર રજૂ કરવામાં આવી રહ્યું નથી. મજબૂત ઔદ્યોગિક વિકાસ અને નિકાસ તકો વિના, કેનેડિયન કંપનીઓ કામગીરી ટકાવી રાખવા માટે સંઘર્ષ કરશે, જેના કારણે નોકરીઓ ઓછી રહેશે અને એકંદરે અર્થતંત્ર નબળું પડશે.
મોટાભાઈ અહીં જણાવે છે ક, બીજો ચિંતાજનક વિકાસ કેનેડાના ભાગોમાં ઇમિગ્રન્ટ વિરોધી રેલીઓમાં વધારો છે. હું પોતે 5 દાયકાથી વધુ સમયથી અહીં છું, પણ મેં પહેલાં ઇમિગ્રન્ટ્સ પ્રત્યે કેનેડામાં આટલી સ્પષ્ટ હતાશા અને રોષ ક્યારેય જોયો નથી.
મારી મુખ્ય ચિંતા એ છે કે નવા આવનારાઓ કેનેડાની વર્તમાન આર્થિક વાસ્તવિકતાઓને અવગણી રહ્યા છે. જો ઉદ્યોગો સંકોચાતા રહે અને વિકાસ સ્થિર રહે, તો નવા આવનારાઓ માટે સ્થિર રોજગાર શોધવાનું અને સફળતાપૂર્વક સંકલન કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે.

