Bitcoin October crash 2025: ઓક્ટોબરમાં ક્રિપ્ટો માર્કેટમાં મોટો ભૂચાલ, બિટકોઇન માટે 7 વર્ષનો સૌથી ખરાબ મહિનો

Arati Parmar
2 Min Read

Bitcoin October crash 2025: ક્રિપ્ટોકરન્સી માર્કેટ માટે ઓક્ટોબર મહિનો સામાન્ય રીતે ખુશનુમા હોય છે પરંતુ ૨૦૨૫ના ઓક્ટોબરમાં ક્રિપ્ટો માર્કેટમાં ભૂચાલ આવ્યો છે. ગત મહિને ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ૨૪૫ અબજ ડોલરની મૂડી સાફ થઈ ગઈ છે. બિટકોઇન રોકાણકારો માટે ૨૦૧૮ બાદનો સૌથી ખરાબ મહિનો રહ્યો છે.

શુક્રવારે સમાપ્ત થયેલા ઓક્ટોબર મહિના માટે બિટકોઇનએ છેલ્લા ૭ વર્ષનો સૌથી ખરાબ ઓક્ટોબર નોંધાવ્યો છે. વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇનમાં આ મહિને લગભગ ૫ ટકાનો ઘટાડો થયો છે,જે ૨૦૧૮ બાદનું પ્રથમ ઓક્ટોબર માસનું નુકશાન છે.

- Advertisement -

કુલ ક્રિપ્ટો માર્કેટકેપ હાલમાં લગભગ ૩.૭ ટ્રિલિયન ડોલર આસપાસ છે. ઓક્ટોબર માસમાં ૨૪૫ અબજ ડોલરનો સફાયો એટલેકે કુલ માર્કેટ કેપિટલમાં લગભગ ૬.૬ ટકાનો ઘટાડો છે.

સોના-ચાંદી માર્કેટમાં ભારે ઉથલપાથલ વચ્ચે મજબૂત થતો ડોલર અને અનિશ્ચિતાઓ વચ્ચે ડિજિટલ એસેટ માર્કેટમાં અફરાતફરી જોવા મળી છે. આ સિવાય રોકાણકારોની જોખમ લેવાની ક્ષમતામાં ઘટાડો થવાને કારણે પણ ક્રિપ્ટો માર્કેટમાં મંદીનો માહોલ છે.

ઓક્ટોબરમાં ઇતિહાસનું સૌથી મોટું ક્રિપ્ટો લિક્વિડેશન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીની આયાત પર ૧૦૦ ટકા ટેરિફ અને આવશ્યક સોફ્ટવેર પર નિકાસ નિયંત્રણો લાદવાની ધમકી આપ્યા પછી થયું હતુ.

ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ૧,૨૬,૦૦૦ ડોલરની ઓલટાઈમ હાઈ સપાટી સ્પર્શ કર્યા બાદ ૧૦-૧૧ ઓક્ટોબરની વચ્ચે બિટકોઇન ઘટીને ૧,૦૪,૭૮૨ ડોલર થયું. ૧૫-૨૦ મિનિટમાં જ મોટાભાની ક્રિપ્ટોકરન્સી ૧૦ ટકા કરતા વધુ તૂટી હતી. જોકે આ ઘટાડા છતાં આ વર્ષે અત્યાર સુધીમાં બિટકોઈન ૧૬ ટકાથી વધુ વધ્યો છે.

Share This Article