Alternative Investment Funds: રોકાણના વિષયમાં હવે પારંપરિક વિકલ્પોથી અલગ જ વૈકલ્પિક રોકાણ ફંડ (Alternative Investment Funds – AIFs) મહત્વપૂર્ણ અને અસરકારક વિકલ્પ તરીકે સામે આવ્યો છે. AIF એ એવા ફંડ હોય છે, જે ઘણા રોકાણકારો પાસેથી કેપિટલ એકત્ર કરીને તેને રિયલ એસ્ટેટ, પ્રાઇવેટ ઇક્વિટી, હેજ ફંડ્સ અને કોમોડિટીઝ જેવા બિન-પરંપરાગત સેક્ટર્સમાં રોકે છે. 2025માં આ વિકલ્પો વધુ લોકપ્રિય બની રહ્યા છે, ખાસ કરીને એવા રોકાણકારો વચ્ચે, જેઓ હાઈ રિટર્ન સાથે રિસ્ક લેવા તૈયાર છે.
શું છે AIF?
AIF એક રજીસ્ટર્ડ ફંડ આધારિત સંસ્થા છે, જેને SEBI કંટ્રોલ કરે છે. આ ફંડ માત્ર યોગ્ય રોકાણકારો પાસેથી જ રોકાણ સ્વીકારે છે, જેમાં ઓછામાં ઓછી 1 કરોડ રૂપિયાની રકમ હોય છે. તેનો હેતુ રોકાણકારોને પરંપરાગત સ્ટોક્સ, બોન્ડ્સ અને અન્ય રોકાણોને બદલે વિવિધ પોર્ટફોલિયો અને હાઈ રિટર્નની તકો પૂરી પાડવાનો છે.
AIFની કેટેગરીઝ
– કેટેગરી I AIF: તેમાં એવા ફંડોનો સમાવેશ થાય છે જેઓ સ્ટાર્ટઅપ્સ, સોશ્યલ વેંચર્સ, SMEs અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા સામાજિક અને આર્થિક રીતે લાભદાયક ક્ષેત્રોમાં રોકાણ કરે છે.
– કેટેગરી II AIF: આ ફંડ્સ પ્રાઇવેટ ઇક્વિટી અને ડેટ ફંડ્સ જેવા ક્ષેત્રોમાં રોકાણ કરે છે, જેમાં ઓછા નિયમનકારી પ્રતિબંધો હોય છે.
– કેટેગરી III AIF: આ ફંડ્સ વધુ જોખમ લઈને રિટર્ન વધારવા માટે હેજ ફંડ્સની જેમ ડેરિવેટિવ્ઝ અને લીવરેજમાં રોકાણ કરે છે.
AIFના ફાયદા શું છે?
– હાઈ રિટર્ન મળવાની સંભાવના: પરંપરાગત મ્યુચ્યુઅલ ફંડ્સ અથવા ફિક્સ્ડ ડિપોઝિટની સરખામણીમાં વધુ સારું રિટર્ન.
– ડાયવર્સીફાઇડ પોર્ટફોલિયો: રિયલ એસ્ટેટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રાઇવેટ ઇક્વિટી વગેરેમાં રોકાણ
– માર્કેટના ઉત્તર-ચઢાવની ઓછી અસર: શેરબજાર સાથે જોડાયેલા ન હોવાને કારણે સ્થિરતા.
– એક્સપર્ટ્સ મેનેજ: અનુભવી ફંડ મેનેજરો દ્વારા તેનું સંચાલન થાય છે.
રિસ્ક્સ અને ચેલેન્જીસ
– ઉચ્ચ લઘુત્તમ રોકાણ: 1 કરોડ રૂપિયા સુધીનું મોટું રોકાણ કરવું જરૂરી છે.
– ઉપાડની મર્યાદા: લોક-ઇન પિરિયડના કારણે તાત્કાલિક પૈસા ઉપાડવામાં મુશ્કેલી.
– નિયમનકારી જોખમ: SEBI નિયમોમાં ફેરફાર કરે તો તેની અસર પડી શકે છે.
AIF એવા રોકાણકારો માટે બેસ્ટ છે, જે સુરક્ષિત અને ડાયવર્સીફાઇડ રોકાણો ઇચ્છે છે અને રોકાણ કરવા માટે પૂરતી મૂડી ધરાવે છે. જો તમે પરંપરાગત વિકલ્પો ઉપરાંત મર્યાદિત જોખમ સાથે વધુ સારું રિટર્ન શોધી રહ્યા છો, તો AIF તમારા માટે યોગ્ય વિકલ્પ હોઈ શકે છે.

