Ontario Skilled Trades Stream Closed: કેનેડામાં PRની રાહ જોઈ રહેલા ભારતીયોને મોટો આંચકો: ઓન્ટારિયોએ અચાનક ‘Skilled Trades Stream’ બંધ કરી, હજારો અરજીઓ ફગાવી!

Arati Parmar
2 Min Read

Ontario Skilled Trades Stream Closed: કેનેડામાં નોકરી કરી રહેલા અને PR(Permanent Residence)ની રાહ જોઈ રહેલા ભારતીયોને મોટો ઝટકો લાગ્યો છે. કેનેડાના ઓન્ટારિયો સરકારે અચાનક પોતાના સ્કિલ્ડ ટ્રેડ્સ સ્ટ્રીમ બંધ કરી દીધું છે. આ સાથે જ આ પ્રોગ્રામ હેઠળ સબમિટ કરાયેલી તમામ અરજીઓ ફગાવી દેવામાં આવી છે. આ અરજીઓ છેલ્લા દોઢ-બે વર્ષથી પેન્ડિંગ હતી. સરકારનું કહેવું છે કે લોકોને તેમની ફી અને ફાઇલો પરત કરી દેવામાં આવશે.

આ નિર્ણયની સૌથી વધુ અસર ભારતીયો પર પડી છે, કારણ કે કેનેડાના સ્કિલ્ડ ટ્રેડ્સ સેક્ટરમાં ભારતીય વર્કર્સની સંખ્યા સૌથી વધુ છે અને હજારો લોકો આ સ્ટ્રીમ દ્વારા PR મેળવવાની આશા રાખીને બેઠા હતા. ફગાવી દેવામાં આવેલી અરજીઓની સંખ્યા પણ હજારોમાં છે.

- Advertisement -
Share This Article