Gmail AI Training Opt Out: Gmail ડેટા સુરક્ષિત કરો: શું Google તમારા ઈમેલ AI ટ્રેનિંગ માટે વાપરે છે? સેટિંગ્સમાં આ બે Option બંધ કરી દો!

Arati Parmar
3 Min Read

Gmail AI Training Opt Out: જીમેલનો ઉપયોગ કરનારાઓ માટે એક જરૂરી સમાચાર છે. સોશિયલ મીડિયા પર એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે ગૂગલ યુઝરના જીમેલનો ઉપયોગ તેના AI મોડેલને તાલીમ આપવા માટે કરી રહ્યું છે. ગૂગલ ફક્ત તમારા ઇમેઇલ જ નહીં પરંતુ એટેચમેન્ટ, બિલ અને વ્યક્તિગત વાતચીતનો પણ ઉપયોગ કરી રહ્યું છે. જોકે, જીમેલે X પર એક પોસ્ટ દ્વારા સ્પષ્ટતા કરી છે કે તે તેના Gemini મોડેલને તાલીમ આપવા માટે જીમેલ કન્ટેન્ટનો ઉપયોગ કરી રહ્યું નથી. આ હોવા છતાં, જો તમે તમારા જીમેલ એકાઉન્ટને સંપૂર્ણપણે સુરક્ષિત કરવા માંગો છો, તો સેટિંગ્સમાં કેટલાક વિકલ્પોને બંધ કરીને તેવું કરી શકો છો. Malwarebytes ના સુરક્ષા રિસર્ચરે જણાવ્યું છે કે જીમેલ યુઝર્સને સંપૂર્ણપણે ‘ઓપ્ટ-આઉટ’ કરવા માટે સેટિંગ્સમાં આનાથી બચવાના બે અલગ-અલગ વિકલ્પો આપે છે. ચાલો, જાણીએ.

ગૂગલ પર લાગ્યો આ આરોપ

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે ગૂગલ, જીમેલના Smart Compose અને ઓટોમેટેડ સૂચનો જેવા ફીચર્સનો ઉપયોગ કરીને તમારા ડેટાનો ઉપયોગ તેના AI મોડેલને તાલીમ આપવા માટે કરે છે. જોકે, જીમેલે પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે જીમેલના સ્માર્ટ ફીચર્સ વર્ષોથી ઉપલબ્ધ છે અને તે સેટિંગ્સમાં કોઈ ફેરફાર કરી રહ્યું નથી.

ડેસ્કટોપ અને એપ બંનેમાં મળશે ઓપ્શન

જીમેલના સેટિંગ્સમાં નજીવો ફેરફાર કરીને તમે ગૂગલને તમારી વિગતોનો ઉપયોગ કરવાથી રોકી શકો છો. જીમેલ એપ અને વેબ બંનેમાંથી જ સેટિંગ્સમાં આ વિકલ્પને ઓફ કરી શકાય છે. તેના માટે તમારે સૌથી પહેલા તમારા ડિવાઇસમાં જીમેલ ઓપન કરવું પડશે. આ પછી તમારી જમણી બાજુએ સૌથી ઉપર સેટિંગનો વિકલ્પ મળશે. જો તમે જીમેલનું ડેસ્કટોપ વર્ઝન ઓપન કર્યું છે તો ‘See all settings’ સિલેક્ટ કરો. જ્યારે, મોબાઇલ એપ માટે ‘Settings’ પર ક્લિક કરી દો.

બંધ કરી દો આ ઓપ્શન

પછી નીચે સ્ક્રોલ કરો. અહીં તમને ‘Smart features and personalization’ સેક્શન દેખાશે.

તેમાં જાઓ અને “Turn on smart features in Gmail, Chat and Meet” વાળા વિકલ્પને અનચેક કરી દો.

પછી ‘Save changes’ પર ક્લિક કરો.

આનાથી Smart Compose અને ઓટોમેટેડ સૂચનો જેવી વસ્તુઓ બંધ થઈ જશે અને આ સુવિધાઓ દ્વારા ગૂગલ તમારા ઇમેઇલના કન્ટેન્ટનો ઉપયોગ મોડેલ ટ્રેનિંગ માટે નહીં કરી શકે.

આ ઓપ્શન પણ કરી શકો છો બંધ

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ગૂગલ Calendar, Drive અને Assistant જેવા બીજા પ્રોડક્ટ્સમાં AI સુવિધાઓને બહેતર બનાવવા માટે પણ યુઝરના જીમેલ ડેટાનો ઉપયોગ કરે છે. તેને પણ બંધ કરી શકાય છે.

તેના માટે જીમેલના સેટિંગ્સમાં જવું પડશે.

પછી ‘See all settings’ પર જાઓ. નીચે સ્ક્રોલ કરીને ‘Manage Workspace smart feature settings’ પર ક્લિક કરો.

અહીં “Smart features in Google Workspace” અને “Smart features in other Google products” બંનેને બંધ કરી દો.

Share This Article