Satya Nadela on AI Use in Coding: માર્ક ઝકરબર્ગને સત્યા નડેલાનો ખુલાસો, માઇક્રોસોફ્ટના 30% કોડ હવે AI લખે છે

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Satya Nadela on AI Use in Coding: માઇક્રોસોફ્ટના CEO સત્યા નડેલાએ જણાવ્યું હતું કે તેમની કંપનીના 30% કોડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા લખવામાં આવે છે. મેટાએ કેલિફોર્નિયામાં આવેલા મેન્લો પાર્કમાં પ્રથમ AI ડેવલપર ઇવેન્ટનું આયોજન કર્યું, જેને LlamaCon AI ડેવલપર ઇવેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ ઇવેન્ટમાં માર્ક ઝકરબર્ગ અને સત્યા નડેલાએ હાજરી આપી હતી. સત્ય નડેલાએ વધુમાં કહ્યું કે માઇક્રોસોફ્ટમાં AI દ્વારા લખાયેલા કોડનો પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યો છે.

મેટાના AI મોડલ અંગે મહત્ત્વાકાંશી માર્ક ઝકરબર્ગ

- Advertisement -

આ ઇવેન્ટ દરમિયાન માર્ક ઝકરબર્ગ અને સત્યા નડેલાએ AI વિશે વ્યાખ્યાઓ આપી. માર્ક ઝકરબર્ગને પૂછવામાં આવ્યું કે મેટાના સોફ્ટવેર કોડમાં કેટલા ટકા AIનો ઉપયોગ થાય છે. તેના પાસે ચોક્કસ આંકડા ન હતા, પરંતુ તેણે જણાવ્યું કે મેટા જે AI મોડલ પર કામ કરી રહ્યું છે તે ખૂબ જ મહત્ત્વાકાંશી છે. તેના અનુસાર, મેટાની AI ડેવલપમેન્ટની ગતિ વધી રહી છે અને આવનાર વર્ષોમાં મોટાભાગનું કામ AI દ્વારા થવાની શક્યતા છે.

સોફ્ટવેર ડેવલપમેન્ટમાં AIનો વધતા ઉપયોગ

ટેક ઇન્ડસ્ટ્રીમાં AI ખાસ કરીને સોફ્ટવેર ડેવલપમેન્ટ માટે ઉપયોગી બની રહ્યું છે. માર્ક ઝકરબર્ગ અને સત્યા નડેલાએ આ બદલાતા દોરની ચર્ચા કરી. અગાઉ સોફ્ટવેર માનવી દ્વારા લખવામાં આવતો હતો, પણ હવે AI એ સોફ્ટવેર ડેવલપમેન્ટમાં મહત્વનો હિસ્સો ભજવી રહ્યું છે. સત્ય નડેલાએ જણાવ્યું કે, “ઓક્ટોબરમાં માઇક્રોસોફ્ટના નવા કોડમાં 25% થી 30% કોડ AI દ્વારા જ લખાયો છે.”

AIના ભવિષ્ય અને અર્થતંત્ર પર અસર

મેટાની AI ડેવલપર ઇવેન્ટમાં AIના લાંબા ગાળાના પરિણામો અને વિકાસદર અંગે ચર્ચા થઈ. માર્ક ઝકરબર્ગે જણાવ્યું કે AIથી પ્રોડક્ટિવિટી વધશે, જેનો GDP પર સ્પષ્ટ અસર જોવા મળવો જોઈએ. જોકે તે પ્રક્રિયા પૂર્ણ થવામાં ઘણા વર્ષો લાગી શકે. સત્ય નડેલાએ કહ્યું કે “AI કે ઇલેક્ટ્રીસિટી હોય, નવી ટેક્નોલોજી દરેક ઇન્ડસ્ટ્રીમાં પરિવર્તન લાવવા માટે સમય લે છે.” માર્ક ઝકરબર્ગે પણ એટલું ઉમેર્યું કે કંપનીઓ એવો પ્રયાસ કરી રહી છે કે ટેક્નોલોજી પ્રગતિ માટે 50 વર્ષનો સમય ન લાગે.

મેટાની AI એપ અને તેનું અનન્ય ફીચર

મેટા હવે AI દ્વારા કોડ જનરેટ કરવા માટે વધુ પ્રયાસ કરી રહ્યું છે. માર્ક ઝકરબર્ગે જણાવ્યું કે “મેટા તેની પોતાની AI એપ બનાવી રહ્યું છે, જેમાં Llama 4 AI મોડલનો સમાવેશ થશે.” આ એપમાં ‘Discovery Feed’ નામનું યુનિક ફીચર હશે, જેમાં યુઝર્સ જોઈ શકશે કે અન્ય લોકો AI કેવી રીતે ઉપયોગ કરી રહ્યા છે. આ સાથે વોઈસ મોડના પણ સમાવેશ કરવામાં આવશે, જે વપરાશકર્તાને સરળતાથી AI સાથે સંવાદ કરવાનો વિકલ્પ આપશે.

Share This Article