Android TV Rules in India: ભારતમાં ગૂગલ સામે મોટો દંડ, એન્ડ્રોઇડ ટીવી નિયમોમાં બદલાવ

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Android TV Rules in India: ભારત દ્વારા ગૂગલને મોટો ઝટકો અપાયો છે. ભારતીય પ્રતિસ્પર્ધા આયોગે નિર્ણય લીધો છે કે એન્ડ્રોઇડ ટીવીમાં પહેલેથી ઇન્સ્ટોલ થયેલી ઍપ્લિકેશન્સ પૂરી પાડવી હવે ફરજિયાત નહીં રહે.

ગૂગલ પર આરોપ અને તેનો ચુકાદો

- Advertisement -

દુનિયાભરના અનેક દેશોએ ગૂગલ પર આરોપ લગાવ્યો છે કે તે માર્કેટમાં પોતાની મોનોપોલી સ્થાપિત રાખે છે, જેથી હરીફાઈ થવા માટે તક મળતી નથી. આ માટે ઘણા એન્ટી-ટ્રસ્ટ કેસો ચાલી રહ્યા છે. ભારતમાં પણ એક કેસ ચાલી રહ્યો હતો, જેનો ચુકાદો હવે આવી ગયો છે. કેસમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ગૂગલ તેની મોનોપોલીનો ખોટી રીતે ઉપયોગ કરે છે. તે યુઝર્સને તેના ડિફોલ્ટ ઍપ્લિકેશન્સ જ ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરે છે, અને તેઓને અન્ય વિકલ્પ પસંદ કરવા માટે તક આપતું નથી. આથી, ભારતીય પ્રતિસ્પર્ધા આયોગે ચુકાદો આપ્યો છે કે હવે એન્ડ્રોઇડ ટીવી મેન્યુફેક્ચર્સ માટે ગૂગલની ડિફોલ્ટ ઍપ્લિકેશન્સ પૂરી પાડવી ફરજિયાત નહીં રહે.

Share This Article