Google Pixel Production in India: ગૂગલના પિક્સેલ મેન્યુફેક્ચરિંગમાં બદલાવ, વિયેતનામની જગ્યાએ ભારતમાં ઉત્પાદન

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Google Pixel Production in India: એપલે અમેરિકાના આઇફોન માટે ચીનમાંથી તેનું પ્રોડક્શન હવે શિફ્ટ કરીને ભારતમાં કરવાનું નક્કી કર્યું છે. એ જ રીતે, ગૂગલ પણ તેના પિક્સેલ મોડલને વિયેતનામની જગ્યાએ ભારતમાં શિફ્ટ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. આ માટે ગૂગલ હાલમાં ડિક્સન ટેક્નોલોજીસ અને ફોક્સકોન સાથે વાતચીત કરી રહી છે. ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ હવે આ વિશે કોઈ પણ રિસ્ક લેવા માગતી નથી, તેથી અમેરિકાના-ચીન સંબંધો વધુ ખરાબ થાય એ પહેલાં આ નિર્ણય લઈ શકાય છે.

પિક્સેલ સ્માર્ટફોન બનશે ભારતમાં

- Advertisement -

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિયેતનામ પર 46 ટકા અને ભારત પર 26 ટકા ટેક્સ લગાવવામાં આવ્યો છે. આથી, ગૂગલ હવે વિયેતનામની જગ્યાએ ભારતમાં તેનું પ્રોડક્શન શરૂ કરવાનું વિચારી રહી છે. આ સાથે, 10 ટકા વધારાની ઇમ્પોર્ટ ડ્યુટી 90 ટકા હોલ્ડ પર રાખવામાં આવી છે. દુનિયાભરના શેરમાર્કેટમાં કડાકો આવ્યો છે ત્યારે ભારતનું શેરમાર્કેટ ખૂબ જ સારી રીતે રિકવર કરી રહ્યું છે. પિક્સેલ ફોન હાલમાં ભારતમાં જે પણ બને છે, તે ભારતમાં જ વેચવામાં આવે છે.

Share This Article