Microsoft Shutdown Maps: વિન્ડોઝ મેપ્સ એપ્લિકેશન બંધ, યૂઝર્સ માટે મોટું આશ્ચર્ય

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Microsoft Shutdown Maps: માઇક્રોસોફ્ટ દ્વારા એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે તેમણે વિન્ડોઝ એપ બંધ કરી દીધી છે. આ વિન્ડોઝ એપ, માઇક્રોસોફ્ટની પોતાની મેપ એપ્લિકેશન હતી. માઇક્રોસોફ્ટે તેમના સ્ટોર પરથી આ એપ્લિકેશનને દૂર કરી દીધી છે. આ એપ્લિકેશનને ધીમે-ધીમે બંધ કરવામાં આવી રહી છે, એટલે કે પહેલાં ઓફલાઇન મેપ્સ બંધ કરવામાં આવ્યા હતા અને હવે એ સંપૂર્ણ એપ્લિકેશન જ કાઢી નાખવામાં આવી છે.

આ મુદ્દે માઇક્રોસોફ્ટે શું કહ્યું?

- Advertisement -

માઇક્રોસોફ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે માઇક્રોસોફ્ટના સ્ટોરમાંથી વિન્ડોઝ મેપ્સને જુલાઈ સુધીમાં દૂર કરવામાં આવશે. એ સમય સુધીમાં કંપની અંતિમ અપડેટ આપશે, ત્યારબાદ આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકાશે નહીં. બિન્ગ સર્વર પરથી મેપ સર્વિસ વાપરવા માટે યુઝર્સ માટે વેબ વર્ઝન ઉપલબ્ધ રહેશે. જો કે, યુઝર દ્વારા સેવ કરેલો પર્સનલ ડેટા અથવા મેપ ડેટા ડિલીટ નહીં થાય, પરંતુ જુલાઈ પછી તેનો ઉપયોગ પણ બંધ થઈ જશે.

અન્ય ફીચર્સ પણ બંધ થશે

- Advertisement -

વિન્ડોઝ મેપ્સની સાથે જે-જે ફીચર્સ ઉપલબ્ધ હતા, તે પણ દૂર કરવામાં આવશે. તેમાંથી કેટલાક ફીચર્સ જેમ કે વિન્ડોઝ UWP મેપ કન્ટ્રોલ, વિન્ડોઝ મેપ્સ પ્લેટફોર્મ APIs અને VBS એન્ક્લેવ, વિન્ડોઝ 11માં પણ બંધ કરવામાં આવશે. આ એપ્લિકેશનને દૂર કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ મોચું કરવામાં આવ્યું નથી, પરંતુ આ એપનો ઉપયોગ મોટાભાગના વિન્ડોઝ યુઝર્સ કરતા ન હતા. જો કે, વિન્ડોઝના ઘણાં યુઝર્સને તો આ એપ વિશે ખબર પણ નહોતી.

કઈ મેપ્સ સર્વિસનો વધુ ઉપયોગ થાય છે?

- Advertisement -

ગૂગલ મેપ્સ અને એપલ મેપ્સ જેવી એપ્લિકેશન્સ વિશ્વભરમાં વધુ લોકપ્રિય છે. એ જ રીતે, ભારત પણ હવે પોતાની મેપ્સ સર્વિસ બનાવવા પર કામ કરી રહ્યું છે, જે સ્થાનિક બજારમાં નવી નીતિ લાવી શકે છે.

Share This Article