Elon Musk Trolled Over Future Of Robots In Medical: રોબોટ્સ બનશે ભવિષ્યના સર્જન? ઈલોન મસ્કના નિવેદનથી ડૉક્ટર્સમાં ઉગ્ર વિરોધ

Arati Parmar
By Arati Parmar 4 Min Read

Elon Musk Trolled Over Future Of Robots In Medical: ઈલોન મસ્કનું કહેવું છે કે આગામી પાંચ વર્ષમાં વિશ્વના શ્રેષ્ઠ ડૉક્ટરો કરતાં પણ રોબોટ્સ વધુ સારી રીતે સર્જરી કરી શકશે. ન્યુરોલિંક, સ્પેસએક્સ અને ટેસ્લાના સ્થાપક મસ્ક દ્વારા આ નિવેદન પછી ડૉક્ટરો તેમના પર ભડક્યા છે. ઈલોન મસ્કનું માનવું છે કે રોબોટ્સ ભવિષ્યના ડૉક્ટરો છે અને તે ખૂબ જ અસરકારક રીતે સર્જરી કરી શકશે.

મેડિકલ ડિવાઇઝ કંપનીએ રજૂ કરી નવી સિસ્ટમ

- Advertisement -

ઇન્ફ્લુએન્સર મારીયો નવફાલ દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી છે. આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું કે અમેરિકન-આઇરિશ મેડિકલ ડિવાઇઝ કંપની મેડટ્રોનિક દ્વારા “હ્યુગો રોબોટિક સિસ્ટમ” વિકસાવવામાં આવી છે. આ સિસ્ટમનું 137 વાસ્તવિક સર્જરી માટે પરીક્ષણ થયું છે. આ સર્જરીમાં પ્રોસ્ટેટ, કિડની અને બ્લેડર જેવી અનેક પ્રક્રિયાઓનો સમાવેશ હતો. દરેક સર્જરીમાં ખૂબ જ સકારાત્મક પરિણામ જોવા મળ્યા હતા. આ રિપોર્ટ અનુસાર, આ સર્જરીમાં કોઈ મોટી ભૂલ થવાની શક્યતાઓ બહુ ઓછી હતી. હ્યુગોનું સફળતાનું પ્રમાણ 98.5% હતું, જે શરુમાં 85%નું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું.

Share This Article