AI Users in India: ગૂગલ દ્વારા હાલ એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે 60 ટકા ભારતીયોને AI વિશે જાણ પણ નથી. ગૂગલ દ્વારા આ રિપોર્ટ ભારતમાં કંતારા સાથે મળીને કરવામાં આવેલી સ્ટડીના આધારે બનાવવામાં આવ્યો છે. આ રિપોર્ટમાંથી જાણવા મળ્યું છે કે ભારતના 60 ટકા લોકોને AI વિશે કોઈ માહિતી નથી. 31 ટકા લોકો એવા છે, જેમણે કોઈ પણ AI ટૂલનો ઉપયોગ કર્યો હોય. આ યુઝર્સ રોજિંદા કામમાં AIનો ઉપયોગ કરે છે.
કોના પર કરવામાં આવ્યું રિસર્ચ?
ગૂગલ અને કંતારા દ્વારા 8000 લોકો પર આ સ્ટડી કરવામાં આવી છે. ભારતના અલગ-અલગ 18 શહેરના વ્યક્તિઓનો તેમાં સમાવેશ થયો છે. આ વ્યક્તિઓ દ્વારા આપવામાં આવેલા જવાબોને આધારે ડેટા કલેક્ટ કરવામાં આવ્યો છે. આ ડેટામાં જાણવા મળ્યું છે કે 8000માંથી 75 ટકા યુઝર્સ એનો ઉપયોગ રોજેરોજ કરવા માટે વિચારતા છે. AIના દેશમાં કેટલો ઉપયોગ થાય છે અને એની સાથે કેટલો વિકાસ થશે તેવી સંભાવનાઓ અપાઇ રહી છે.