Gulf Jobs for Indians: વિદેશમાં નોકરી કરવી એ ઘણા ભારતીયોનું સપનું હોય છે, જેને પૂરું કરવા માટે દર વર્ષે મોટી સંખ્યામાં લોકો બીજા દેશોમાં જાય છે. ભારતીયોમાં ખાડીના દેશો (Gulf Countries) વધુ લોકપ્રિય છે.
GCC (ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ) માં સંયુક્ત આરબ અમીરાત (UAE), સાઉદી અરેબિયા, કુવૈત, બહેરીન, કતાર અને ઓમાનનો સમાવેશ થાય છે. આ દેશો હવે પોતાને ડિજિટલ દુનિયામાં આગળ રાખવાની યોજના બનાવી રહ્યા છે, જેના કારણે એવા પ્રોફેશનલ્સની માંગ વધી છે જે પહેલા યુરોપ કે અમેરિકા જતા હતા. હેજ GCC સેલેરી ગાઇડ 2026 મુજબ, આ 5 કૌશલ્યોની સૌથી વધુ માંગ છે:
ડિમાન્ડમાં રહેલી 5 મુખ્ય સ્કિલ્સ:
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગ:
સાઉદી હોય કે કતાર, દરેક જગ્યાએ AI એન્જિનિયર્સ અને મશીન લર્નિંગ પ્રોફેશનલ્સની શોધ છે. ફાઇનાન્સ, હેલ્થકેર અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોમાં તેનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે.
ડેટા એનાલિટિક્સ અને ડેટા સાયન્સ:
નિર્ણય લેવા માટે ડેટા હવે અનિવાર્ય બન્યો છે. એડવાન્સ ડેટા સ્કિલ્સ ધરાવતા નિષ્ણાતોની ખાડી દેશોમાં હાલમાં ભારે અછત છે, તેથી આ ક્ષેત્રમાં ભરપૂર નોકરીઓ મળી રહી છે.
સાયબર સિક્યુરિટી:
ઝડપી ડિજિટલાઇઝેશનને કારણે સાયબર હુમલાઓનું જોખમ પણ વધ્યું છે. કંપનીઓ હવે સાયબર રિસ્ક એનાલિસ્ટ અને ક્લાઉડ સિક્યુરિટી સ્પેશિયાલિસ્ટને પ્રાથમિકતા આપી રહી છે.
ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર:
ક્લાઉડ આર્કિટેક્ટ્સ અને DevOps એન્જિનિયર્સની માંગ સૌથી વધુ છે જેથી ડિજિટલ ઇકોસિસ્ટમને મજબૂત બનાવી શકાય.
એન્જિનિયરિંગ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ:
દુબઈ, અબુ ધાબી અને રિયાધ જેવા શહેરોમાં મોટા પ્રોજેક્ટ્સને હેન્ડલ કરી શકે તેવા કુશળ પ્રોજેક્ટ મેનેજર્સની સતત જરૂર રહે છે.

