Gender Pay Gap UK 2026: બ્રિટનમાં પણ વેતન અસમાનતા: પુરુષો કરતા મહિલાઓને 12.8% ઓછો પગાર, જેન્ડર પે ગેપ ખતમ કરવામાં હજુ લાગશે 30 વર્ષ!

Arati Parmar
2 Min Read

Gender Pay Gap UK 2026: દુનિયાના સૌથી વિકસિત દેશોમાં સામેલ બ્રિટનમાં પણ પુરુષો અને મહિલાઓના વેતન વચ્ચેની ખાઈ અત્યાર સુધી પૂરી શકાઈ નથી. ટ્રેડ્સ યુનિયન કોંગ્રેસ (TUC) એ સત્તાવાર વેતનના આંકડાઓના વિશ્લેષણના આધારે ચેતવણી આપી છે કે જો સુધારાની વર્તમાન ગતિ જળવાઈ રહેશે, તો જેન્ડર પે ગેપ (Gender Pay Gap) ને સંપૂર્ણપણે ખતમ કરવામાં હજુ બીજા 30 વર્ષ લાગશે એટલે કે વર્ષ 2056 સુધીનો સમય લાગશે. આ સ્થિતિ એવા સમયે સામે આવી છે જ્યારે જીવનનિર્વાહના વધતા ખર્ચ પહેલેથી જ કામ કરતી મહિલાઓ પર વધારાનું દબાણ બનાવી રહ્યા છે.

પુરુષો અને મહિલાઓની સરેરાશ કમાણીમાં હાલમાં 12.8 ટકાનો તફાવત છે, જે વાર્ષિક આશરે 2,548 બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ જેટલો થાય છે. યુનિયનનું કહેવું છે કે આ અસમાનતાનો અર્થ એ છે કે એક સરેરાશ મહિલા કર્મચારી વર્ષના 47 દિવસ અસરકારક રીતે વેતન વગર કામ કરે છે. બ્રિટનમાં 250 થી વધુ કર્મચારીઓ ધરાવતા એમ્પ્લોયરો માટે તેમના પે-ડેટાનું રિપોર્ટિંગ કરવું ફરજિયાત છે. TUC ના વિશ્લેષણ મુજબ, આ તફાવત સૌથી વધુ ફાઇનાન્સ અને ઇન્સ્યોરન્સ ક્ષેત્રમાં છે, જ્યાં જેન્ડર પે ગેપ 27.2 ટકા સુધી પહોંચી ગયો છે. તેની સરખામણીમાં લેઝર સર્વિસ સેક્ટરમાં આ માત્ર 1.5 ટકા નોંધાયો છે.

- Advertisement -

50-59 વય જૂથમાં સૌથી મોટો તફાવત
જેન્ડર પે ગેપ 50 થી 59 વર્ષની વયના કર્મચારીઓમાં સૌથી વધુ છે. યુનિયન મુજબ આનું એક મોટું કારણ એ છે કે ઘણી મહિલાઓ લાંબા સમય સુધી કરિયર રોકે છે અથવા તેમની આવક ઘટાડે છે જેથી તેઓ સંભાળ રાખવાની (Caregiving) જવાબદારીઓને પ્રાથમિકતા આપી શકે. વેતન તફાવત ઘટાડવા માટે TUC એ ફ્લેક્સિબલ વર્કિંગની સુવિધા અને ચાઇલ્ડકેર સુધી સરળ પહોંચની માંગ કરી છે.

શિક્ષણમાં 17%, આરોગ્યમાં 12.8% ઓછું વેતન
શિક્ષણ ક્ષેત્રમાં વેતનનો તફાવત 17% અને હેલ્થ તથા સોશિયલ કેરમાં 12.8% છે. પુરુષોની સરખામણીમાં મહિલાઓ વર્ષનો પહેલો આશરે દોઢ મહિનો મફતમાં કામ કરે છે. નોવાકે તાજેતરમાં અમલમાં આવેલા ‘એમ્પ્લોયમેન્ટ રાઈટ્સ એક્ટ’ ને વેતન સમાનતાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું, પરંતુ સાથે જ ભાર મૂક્યો કે સરકારે ‘પેઇડ પેરેન્ટલ લીવ’ સુધીની પહોંચ વધારવી જોઈએ.

- Advertisement -

 

Share This Article