ECI Recruitment 2026: ચૂંટણી પંચમાં નોકરી મેળવવાની તક, ગ્રેજ્યુએટને મળશે સારો પગાર, અહીં મોકલવું પડશે ફોર્મ

Arati Parmar
3 Min Read

ECI Recruitment 2026: ગ્રેજ્યુએટ કેન્ડિડેટ્સ જેમને કોમ્પ્યુટર પર કામ આવડે છે, તેમના માટે નોકરીની ઉત્તમ તક છે. ભારતીય ચૂંટણી પંચને એવા લાયક યુવાનોની જરૂર છે, જેમને ડેટા એન્ટ્રીનું કામ આવડતું હોય. પંચે તાજેતરમાં પોતાની ઓફિસ માટે ભરતી બહાર પાડી છે. બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ ઇન્ડિયા લિમિટેડ (BECIL) એ આ નવી વેકેન્સીનું નોટિફિકેશન પોતાની સત્તાવાર વેબસાઇટ www.becil.com પર જાહેર કર્યું છે. અરજીઓ ઓફલાઇન સ્વીકારવામાં આવી રહી છે.

એવા યુવાનો જેઓ કોમ્પ્યુટર સાથે જોડાયેલા કામકાજમાં રસ ધરાવે છે અને પ્રતિષ્ઠિત જગ્યાએ કામ કરવા માંગે છે, તેઓ ડેટા એન્ટ્રી ઓપરેટરની આ ભરતી માટે અરજી કરી શકે છે. ચૂંટણી પંચમાં કારકિર્દી બનાવવાની આ એક શ્રેષ્ઠ તક છે.

- Advertisement -

ચૂંટણી પંચ ભરતી માટે શું લાયકાત જોઈએ?

  • ઉમેદવાર કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ હોવા જોઈએ.

  • કોમ્પ્યુટરનું સારું જ્ઞાન હોવું જોઈએ.

  • MS Excel પર કામ કરતા આવડતું હોવું જોઈએ.

  • ઇંગ્લિશમાં ઓછામાં ઓછી ૩૫ શબ્દ પ્રતિ મિનિટની ટાઈપિંગ સ્પીડ હોવી જોઈએ.

  • અરજદારની ઉંમર મહત્તમ ૩૫ વર્ષ સુધીની હોવી જોઈએ.

ECI ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતીની જરૂરી વિગતો

વિગતમાહિતી
ભરતી કંપનીબ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ ઇન્ડિયા લિમિટેડ (BECIL)
નોકરીનું સ્થળભારતીય ચૂંટણી પંચ (ECI)
પદડેટા એન્ટ્રી ઓપરેટર (DEO)
ખાલી જગ્યા૧૦
સત્તાવાર વેબસાઇટwww.becil.com
અરજી કરવાની છેલ્લી તારીખ૫ માર્ચ ૨૦૨૬
પગાર૨૪,૩૫૬/- પ્રતિ માસ
ભરતીનો મોડકોન્ટ્રાક્ટ બેઝ

ચૂંટણી પંચ ડેટા એન્ટ્રી ભરતીમાં અરજી કેવી રીતે કરવી?

ડેટા એન્ટ્રી ઓપરેટરની આ ભરતીમાં તમારે ઓફલાઇન અરજી કરવાની રહેશે.

  • આ માટે સૌ પ્રથમ નોટિફિકેશનમાંથી અરજી પત્રકના ફોર્મેટની પ્રિન્ટ આઉટ કાઢી લો.

  • તેમાં જે પોસ્ટ માટે એપ્લાય કરી રહ્યા છો તેનું નામ, પિતાનું નામ, જન્મતારીખ, આધાર નંબર, પાન કાર્ડ, કાયમી સરનામું, શૈક્ષણિક લાયકાત અને અનુભવ વગેરેની વિગતો સાચી રીતે ભરો.

  • અરજી પત્રક સાથે તમારા શૈક્ષણિક પ્રમાણપત્રો, ૧૦માનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો), પાન કાર્ડ અને આધાર કાર્ડની સેલ્ફ એટેસ્ટેડ ફોટોકોપી જોડો.

  • જો એપ્લિકેશન ફી ભરવાની હોય, તો તેની ડિમાન્ડ ડ્રાફ્ટની નકલ પણ સાથે રાખો.

  • અરજી પત્રકને બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ ઇન્ડિયા લિમિટેડ (BECIL) ના સરનામે- ‘BECIL ભવન, C-56/A-17, સેક્ટર-62, નોઈડા-201307 યુપી’ પર મોકલી આપો.

આ ભરતીમાં SC/ST/PWD અરજદારોએ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં, જ્યારે અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોએ ૨૯૫/- રૂપિયા એપ્લિકેશન ફી ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ભરવાની રહેશે.

- Advertisement -
Share This Article