EPFO 3.0 Update: PF ક્લેમ માત્ર 3 દિવસમાં સેટલ થશે, નવી ઓટો-સેટલમેન્ટ સુવિધાથી કર્મચારીઓને મળશે મોટો ફાયદો

Arati Parmar
2 Min Read

EPFO 3.0 Update: દેશના લાખો નોકરીયાત લોકો માટે શ્રમ મંત્રાલયે એક મોટી અને ફાયદાકારક યોજના શરૂ કરી છે, જેનાથી તેમની બચત સીધી વધશે. અવારનવાર જોવામાં આવ્યું છે કે જ્યારે લોકો પોતાની જૂની નોકરી છોડી દે છે, ત્યારે તેઓ તેમના જૂના PF ખાતા, જેમાં થોડા પૈસા બચ્યા હોય છે, તે ભૂલી જાય છે. આવા જ લાખો રૂપિયા EPFO માં પડ્યા રહે છે અને લોકો તેને ક્યારેય ક્લેમ કરતા નથી. હવે સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે કે જે PF ખાતાઓમાં 1,000 રૂપિયા કે તેથી ઓછી રકમ છે અને જે લાંબા સમયથી વપરાયા નથી તે તમામ ખાતાના પૈસા સરકાર પોતે પાછા આપશે. સૌથી મોટી રાહત એ છે કે આ પૈસા માટે તમારે કોઈ સરકારી કચેરીએ જવાની જરૂર રહેશે નહીં.

EPFO પોતે મોકલશે પૈસા

પીએફ ખાતામાં બચેલા પૈસા તમારા બેંક ખાતામાં પોતે EPFO તરફથી મોકલવામાં આવશે. આ માટે તમારે કોઈ ઓફિસ અથવા ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં. આ ઉપરાંત કર્મચારીઓને EPFO 3.0 હેઠળ અન્ય ઘણા ફાયદા પણ મળશે. ચાલો તમને જણાવીએ EPFO 3.0 હેઠળ કયા-કયા મોટા ફાયદા મળશે.

- Advertisement -

શું તમારું PF ખાતું પણ ‘ઇનઓપરેટિવ’ થઈ ગયું છે?

જો તમારું જૂનું PF ખાતું લાંબા સમયથી વપરાયું નથી, અને તેમાં થોડી રકમ પડી છે, તો તેને પણ ઇનઓપરેટિવ માનવામાં આવી શકે છે. હવે સરકાર આવા તમામ ખાતાના પૈસા સીધા તમારા બેંક ખાતામાં મોકલવા જઈ રહી છે.

ઇનઓપરેટિવ ખાતું શું હોય છે?

PF ના કડક નિયમો મુજબ, જો કોઈ PF ખાતામાં સતત 36 મહિના (3 વર્ષ) સુધી કર્મચારી અથવા કંપની, કોઈપણ તરફથી નવું યોગદાન ન આવે, તો તે ખાતું ‘ઇનઓપરેટિવ’ કહેવાય છે. EPFO પાસે લગભગ 31.86 લાખ ઇનઓપરેટિવ ખાતા છે, જેમાં કુલ 10,903 કરોડ જમા છે.

- Advertisement -

સરકારે આ અભિયાનના પ્રથમ તબક્કામાં 1,000 કે તેથી ઓછું બેલેન્સ ધરાવતા 7.11 લાખ ખાતા પસંદ કર્યા છે. આ ખાતાઓમાં કુલ 30.52 કરોડ જમા છે. આ પૈસા સીધા ગ્રાહકોના વેરિફાઈડ બેંક ખાતામાં મોકલવાની તૈયારી ચાલી રહી છે.

Share This Article