RBI CMS Portal: આજના સમયમાં બેંકિંગ આપણી રોજબરોજની જિંદગીનો મોટો હિસ્સો બની ગયું છે. પરંતુ તેની સાથે મુશ્કેલીઓ પણ ઓછી નથી. ક્યારેક કારણ વગર ચાર્જ કાપી લેવામાં આવે છે, તો ક્યારેક જરૂરી કામ અઠવાડિયા સુધી લટકાવી દેવામાં આવે છે. બ્રાન્ચમાં જઈએ તો માત્ર તારીખો મળે છે અને જવાબો ટાળવા વાળા હોય છે. ઘણા લોકો વારંવાર ફરિયાદ કરીને પણ થાકી જાય છે અને છેવટે ચૂપ બેસી જાય છે.
પરંતુ અહીં સમજવા જેવી વાત એ છે કે બેંક તમારી મજબૂરીનો ફાયદો ઉઠાવી શકતી નથી. જો બેંક તમારી ફરિયાદ પર ધ્યાન નથી આપી રહી અથવા ખોટી રીતે પૈસા વસૂલી રહી છે, તો તમારી પાસે એક બીજો ઓપ્શન હાજર છે. તમે સીધો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) નો સંપર્ક કરી શકો છો અને તે પણ કોઈ એજન્ટ કે ધક્કા ખાધા વગર, પૂરેપૂરી રીતે ઘરે બેઠા. જાણી લો તેની રીત.
RBI આપે છે ફરિયાદનો અધિકાર
RBI એ સામાન્ય બેંક ગ્રાહકો માટે CMS એટલે કે Complaint Management System બનાવ્યું છે. આ એક ઓનલાઈન પ્લેટફોર્મ છે, જ્યાં તમે કોઈપણ બેંક સાથે જોડાયેલી ફરિયાદ નોંધાવી શકો છો. ખાસ વાત એ છે કે આના માટે તમારે બેંકની શાખાના ધક્કા ખાવાની જરૂર નથી. જો બેંક તમારી વાત અનસુની કરી હોય, ખોટો ચાર્જ લગાવ્યો હોય અથવા સર્વિસ આપવામાં બેદરકારી દાખવી હોય અથવા તમારી ફરિયાદ પછી પણ કોઈ કાર્યવાહી ન કરી હોય, તો આ પોર્ટલ તમારા માટે છે. અહીં નોંધાયેલી ફરિયાદ સીધી RBI ની સિસ્ટમમાં જાય છે, જેનાથી બેંક પર જવાબ આપવાનું દબાણ બને છે. આ જ કારણ છે કે મોટાભાગના કિસ્સાઓમાં ફરિયાદનું નિરાકરણ સમયસર થઈ જાય છે અને ગ્રાહકને રાહત મળે છે.
આવી રીતે નોંધાવો ફરિયાદ
ઓનલાઈન ફરિયાદ કરવી ઘણી સરળ છે અને તેમાં વધારે સમય પણ લાગતો નથી. સૌથી પહેલા RBI ના CMS પોર્ટલ પર જાઓ અને “File a Complaint” ઓપ્શન પસંદ કરો. ત્યારબાદ કેપ્ચા ભરો અને તમારું નામ તથા મોબાઈલ નંબર નાખીને OTP થી વેરિફિકેશન કરો. હવે બેંકનું નામ પસંદ કરો અને તમારી સમસ્યા સ્પષ્ટ શબ્દોમાં લખો. તમે ઈચ્છો તો વળતરની માંગ પણ નોંધી શકો છો. બધી વિગતો ભર્યા પછી રિવ્યુ અને સબમિટ પર ક્લિક કરો.
ફરયાદ નોંધાતા જ તમને એક કમ્પ્લેન નંબર મળશે, જેનાથી તમે આગળ તેની સ્થિતિ ટ્રેક કરી શકો છો. જો તમે ઓનલાઈન રીત અપનાવવા નથી માંગતા, તો લેખિત ફરિયાદ પત્ર દ્વારા પણ RBI સુધી તમારી વાત પહોંચાડી શકાય છે. ટૂંકમાં, જો બેંક ક્યારેય પણ મનમાની કરે તો સાચી રીત અપનાવો અને તમારા અધિકારો માટે અવાજ ઉઠાવો.

