Tenant Home Insurance Content Cover: ભાડાના ઘરમાં સામાનની સુરક્ષા કોની જવાબદારી? જાણો મકાન માલિકના ઇન્શ્યોરન્સની મર્યાદા અને ‘કન્ટેન્ટ કવર’ કેમ છે જરૂરી

Arati Parmar
3 Min Read

Tenant Home Insurance Content Cover: ભાડાનું મકાન લેતી વખતે આપણે અવારનવાર એવું માની લઈએ છીએ કે મકાન માલિકનો ઇન્શ્યોરન્સ બધું જ કવર કરી લેશે. ભાડે રહેવા દરમિયાન લોકોની એ ગેરસમજ હોય છે કે મકાન માલિકની વીમા પોલિસી આગ લાગવા, પાણી લીક થવા કે ચોરી થવા પર ભાડૂઆતને થયેલા નુકસાનને કવર કરી લેશે. જ્યારે હકીકતમાં એવું નથી. પોતાના અંગત સામાનની સુરક્ષાની જવાબદારી તમારે પોતે જ લેવી પડશે. આ માટે મકાન માલિકને જવાબદાર ઠેરવી શકાય નહીં.

મકાન માલિકનો વીમો

મકાન માલિકે લીધેલો ઇન્શ્યોરન્સ બિલ્ડિંગના સ્ટ્રક્ચર, પાઇપલાઇન અને વીજળીના ફિટિંગ જેવા કેટલાક હિસ્સાઓને કવર કરે છે. જો પૂર, આગ કે ભૂકંપથી ઘરને નુકસાન પહોંચે છે, તો કંપની ઘરના સમારકામનો ખર્ચ ઉઠાવશે, પરંતુ સામાનની જવાબદારી કંપનીની નથી.

- Advertisement -

ભાડૂઆતનો વીમો

ભાડૂઆતનો વીમો તમારા અંગત સામાન જેવા કે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ, ફર્નિચર, કપડાં, ઘરેણાંને કોઈ કુદરતી આપત્તિ કે ચોરીની ઘટનાથી થતા નુકસાનને કવર કરે છે. જો તમારા સામાનને કોઈ નુકસાન પહોંચે છે, તો તેની જવાબદારી પૂરેપૂરી તમારી છે, મકાન માલિકની નથી. રેન્ટર્સના ઇન્શ્યોરન્સમાં લેપટોપ, ટીવી અને મોંઘા ગેજેટ્સ ચોરી થવા કે ખરાબ થવા પર તમે ક્લેમ કરી શકો છો. જો જાણતા-અજાણતા પણ તમારી પ્રોપર્ટીને કોઈ નુકસાન પહોંચે છે જેમ કે રસોઈ બનાવતી વખતે આગ લાગવી કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગવી, તો વીમા કંપની તે ખર્ચને કવર કરશે.

રિપોર્ટ મુજબ, પોલિસીબજારમાં હોમ ઇન્શ્યોરન્સ હેડ અશ્વિની દુબે કહે છે, “કારણ કે તમારા મકાન માલિકનો ઇન્શ્યોરન્સ દીવાલો અને સ્ટ્રક્ચરલ ફિક્સ્ચર સુધી જ સીમિત છે, તેથી પોતાની પર્સનલ પ્રોપર્ટી, એટલે કે ઘરના સામાનનો ઇન્શ્યોરન્સ કરાવતી વખતે તમને ‘ઓવરલેપિંગ’ કવરેજનું લગભગ ઝીરો રિસ્ક હોય છે.”

- Advertisement -

ભાડૂઆત માટે કામની વાત

ભાડૂઆત પોતાના અંગત સામાનની સુરક્ષા માટે હોમ ઇન્શ્યોરન્સ પોલિસી હેઠળ મળતા ‘હોમ કન્ટેન્ટ્સ કવર’ લેવા પર વિચાર કરી શકે છે. Digit Insurance ના અપોઈન્ટેડ એક્ચુઅરી, આદર્શ અગ્રવાલ કહે છે, ”એક ભાડૂઆત તરીકે, ફક્ત કન્ટેન્ટ્સ કવર પર ધ્યાન આપવાથી એ સુનિશ્ચિત થાય છે કે તમારું ફર્નિચર, ફિટિંગ્સ, ટેલિવિઝન, ઇલેક્ટ્રોનિક સામાન, એર કંડિશનર, રસોડાનો સામાન વગેરે સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે અને મકાન માલિકના માત્ર સ્ટ્રક્ચર વાળા કવર સાથે કોઈ ઓવરલેપ ન થાય.”

Universal Sompo General Insurance ના ચીફ ટેકનિકલ ઓફિસર, આરતી મુલિક કહે છે, ”આ પ્રકારનો ઇન્શ્યોરન્સ અંગત સામાન, રિપ્લેસમેન્ટના આધારે કવર થતું ફર્નિચર (જૂનાના બદલે નવું) અને નક્કી કરેલી કિંમત પર કવર થતી કિંમતી વસ્તુઓને કવર કરશે.” ભારતમાં ICICI Lombard, HDFC ERGO, Policybazaar જેવી ઘણી કંપનીઓ માત્ર સામાન માટે સસ્તું ‘કન્ટેન્ટ કવર’ પ્રદાન કરે છે.

- Advertisement -
Share This Article