Online Harassment Complaint: આજના ડિજિટલ યુગમાં જ્યાં ઇન્ટરનેટે આપણી જિંદગીને ખૂબ જ સરળ અને કનેક્ટેડ બનાવી દીધી છે, ત્યાં કેટલાક લોકો તેનો ખોટો ઉપયોગ પણ કરવા લાગ્યા છે. તેને કારણે આજકાલ ‘સાયબર બુલિંગ’ અને ‘ઓનલાઈન હેરેસમેન્ટ’ ની ઘટનાઓ પણ સામે આવતી રહે છે. અવારનવાર લોકો તેની સામે કાનૂની કાર્યવાહી કરવાથી માત્ર એટલા માટે ખચકાય છે કારણ કે તેમને પોતાની ઓળખ સામે આવવાનો કે સામાજિક બદનામીનો ડર હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તમે તમારી ઓળખ ગુપ્ત રાખીને પણ કાનૂની મદદ લઈ શકો છો અને ગુનેગારો સામે કડક પગલાં ભરી શકો છો. આવો તેના વિશે વિગતવાર જાણીએ…
અહીં કરો ગુમનામ રીતે ફરિયાદ
જો તમને કોઈ ઓનલાઈન હેરાન કરી રહ્યું છે અને તમે ઓળખ જાહેર કર્યા વગર ફરિયાદ કરવા માંગો છો તો તમે http://cybercrime.gov.in પર જઈ શકો છો. અહીં તમે ગુમનામ રીતે ફરિયાદ નોંધાવી શકો છો. આ માહિતી ઇન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરે તેના સત્તાવાર X હેન્ડલ પરથી આપી છે. આવો જાણીએ તેની પ્રક્રિયા શું છે…
Koi aapko online harass कर रहा है, लेकिन आप अपनी identity reveal नहीं करना चाहते?
आप https://t.co/pVyjABu4od पर anonymously complaint file कर सकते हैं – बिना अपनी identity disclose किए
इस process को follow करें:
• https://t.co/pVyjABu4od पर जाकर “Women/Children Related Crime”… pic.twitter.com/9XdkmonF7k
— CyberDost I4C (@Cyberdost) May 6, 2026
કેવી રીતે રજિસ્ટર કરવી ફરિયાદ?
ઓળખ જાહેર કર્યા વગર ફરિયાદ કરવા માટે તમે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરી શકો છો.
http://cybercrime.gov.in પર જઈને ‘Women/Children Related Crime’ સેક્શન પર ક્લિક કરો.
હવે ત્યારબાદ ‘Register Anonymously’ પર ક્લિક કરો.
‘File a Complaint’ માં ઘટનાની તારીખ, સમય સહિતની પૂરી માહિતી ભરો.
તમારું રાજ્ય, જિલ્લો અને પ્લેટફોર્મની વિગતો દાખલ કરો.
સસ્પેક્ટની ID/URL અને સ્ક્રીનશોટ જેવા પુરાવા અપલોડ કરી દો.
વિગતો વેરિફાય કરો અને ‘Confirm and Submit’ પર ક્લિક કરી દો.
આ વાતનું ધ્યાન રાખો
ઘટનાનો નક્કર પુરાવો તમારી ફરિયાદને ઝડપથી પ્રોસેસ કરવામાં ઘણી વધારે મદદ કરે છે. એવામાં જ્યારે પણ તમે ફોટો અપલોડ કરો ત્યારે ધ્યાન રાખો કે તસવીર એકદમ સ્પષ્ટ હોય. આ સિવાય જો તમે કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડનો શિકાર બનો છો તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ કરો અથવા 1930 પર ડાયલ કરો. આ ઉપરાંત તમે cybercrime.gov.in પર પણ રિપોર્ટ કરી શકો છો.

