Gujarat IPS Posting 2026: પોલીસ બેડામાં મોટો સળવળાટ, પ્રતિક્ષા હેઠળના ૬ IPS અધિકારીઓને અંતે મળી નવી જવાબદારી

Arati Parmar
2 Min Read

Gujarat IPS Posting 2026: ગુજરાત સરકારે પ્રતિક્ષા હેઠળ બેઠેલા છ આઈપીએસ (IPS) ની તૈનાતીની જાહેરાત કરી દીધી છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગે જે અધિકારીઓને પોસ્ટિંગ આપ્યું છે, તેમાં પાંચ ૨૦૧૧ અને એક આઈપીએસ અધિકારી ૨૦૧૪ બેચના છે. રાજ્ય સરકારે આઈપીએસ તરુણ દુગ્ગલને ડીજીપી સીઆઈડી (CID) ક્રાઈમ એન્ડ રેલ્વેમાં તૈનાતી આપી છે. તરુણ દુગ્ગલ અત્યારે ડીઆઈજી (DIG) રેન્કના અધિકારી છે. સરકાર તરફથી જાહેર કરાયેલી યાદી મુજબ ૫ આઈપીએસ DIG લેવલના ઓફિસર અને ૧ એસપી (SP) છે.

કોને ક્યાં મળી તૈનાતી?

  • તરુણ દુગ્ગલ: CID ક્રાઈમ હેઠળ જવાબદારી સોંપવામાં આવી.

  • ચૈતન્ય માંડલિક: પોલીસ રિફોર્મ્સ ડિપાર્ટમેન્ટમાં પોસ્ટિંગ મળ્યું.

  • રાજન્ સુશ્રા: ટેકનિકલ સર્વિસીસમાં નિમણૂક કરવામાં આવી.

  • સુધા પાંડે: પોલીસ ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું.

  • સુજાતા મજુમદાર: પોલીસ ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટમાં નિમણૂક મળી.

  • મયૂર પાટિલ (SP): લો એન્ડ ઓર્ડર હેઠળ એટેચ કરવામાં આવ્યા.

વેઈટિંગમાં ડીજીપી શમશેર સિંહ

પ્રતિક્ષા હેઠળના આઈપીએસને પોસ્ટિંગ મળ્યા બાદ હવે ટૂંક સમયમાં અન્ય અધિકારીઓની પણ રાહનો અંત આવી શકે છે. હજુ પણ કેટલાક આઈપીએસ પ્રતિક્ષા હેઠળની યાદીમાં છે. ગુજરાતના પ્રતિક્ષા હેઠળના આઈપીએસની યાદીમાં એક મોટું નામ ડીજીપી રેન્કના અધિકારી ડો. શમશેર સિંહનું પણ છે. તેઓ આ વર્ષની શરૂઆતમાં બીએસએફ (BSF) થી પરત ફરીને ગુજરાત આવ્યા હતા, પરંતુ તેઓ છેલ્લા બે મહિનાથી પોસ્ટિંગની રાહ જોઈ રહ્યા છે.

- Advertisement -

માર્ચમાં મોટા ફેરફારની આશા

એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે માર્ચ મહિનામાં પોલીસ વિભાગમાં ઘણા ફેરફારો જોવા મળી શકે છે. અત્યારે ડીજીપી ડો. કે. એલ. એન. રાવ જ જેલ અને સીઆઈડી ક્રાઈમ એન્ડ રેલ્વેની જવાબદારી પણ સંભાળી રહ્યા છે. આ બંને જવાબદારીઓ અન્ય અધિકારીઓને સોંપવામાં આવી શકે છે. ગુજરાતમાં ગૃહ વિભાગની જવાબદારી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પાસે છે. એવી પણ આશા છે કે પોલીસ વિભાગને લઈને પણ કેટલીક મોટી જાહેરાતો આગામી થોડા મહિનાઓમાં થઈ શકે છે.

Share This Article