US Secret Operations: CIA નું સિક્રેટ ઓપરેશન અને ખામેનેઈનો અંત: શું અમેરિકાએ પહેલીવાર કોઈ વૈશ્વિક નેતાની હત્યા કરી?

Arati Parmar
3 Min Read

US Secret Operations: અમેરિકા અને ઈઝરાયેલના હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈના મોત બાદ મધ્ય પૂર્વ સંકટમાં છે. ખામેનેઈના મોત બાદ ઈરાને મધ્ય પૂર્વમાં અમેરિકી મિલિટ્રી બેઝની યજમાની કરનારા દેશો પર જબરદસ્ત હવાઈ હુમલા કર્યા છે. ઈરાને ઈઝરાયેલ પર પણ ભારે બોમ્બમારો કર્યો છે. છેલ્લા ઘણા વર્ષોમાં આ પહેલી તક છે, જ્યારે અમેરિકાએ કોઈ વિદેશી દેશના નેતાને જાહેરમાં માર્યા છે. જોકે, આ પહેલો કિસ્સો નથી જ્યારે અમેરિકાએ કોઈ વૈશ્વિક નેતાની હત્યા કરી હોય. આ પહેલા પણ અમેરિકાએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષોના મોતમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

અમેરિકાએ છેલ્લા બે મહિનામાં બે વિદેશી સરકારોને ખતમ કરી છે. બંને સરકારો અમેરિકાની દુશ્મન હતી અને મોટા તેલ ભંડારની દેખરેખ પણ કરતી હતી. વેનેઝુએલાના નિકોલસ માદુરો ન્યૂયોર્કમાં ટ્રાયલની રાહ જોઈ રહ્યા છે, તો બીજી તરફ ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈ મૃત્યુ પામ્યા છે. અસલમાં અમેરિકી કાયદામાં આવી કોઈ પણ હત્યામાં અમેરિકાના સામેલ થવા પર પ્રતિબંધ છે. પરંતુ, 9/11 પછી, કોંગ્રેસે રાષ્ટ્રપતિઓને આતંકવાદ સામે લડવા માટે બળપ્રયોગ કરવાનો જે વ્યાપક અધિકાર આપ્યો, તેણે આ કાયદાને નબળો પાડી દીધો છે. જેનો ફાયદો પછીની સરકારો ખૂબ ઉઠાવી રહી છે.

- Advertisement -

સદ્દામ હુસૈન

સદ્દામ હુસૈન (૧૯૩૭–૨૦૦૬) ઈરાકના પાંચમા રાષ્ટ્રપતિ હતા, જેમણે ૧૯૭૯ થી ૨૦૦૩ સુધી લગભગ ૨૪ વર્ષ સુધી દેશ પર શાસન કર્યું. અમેરિકાએ તેમના શાસનકાળ દરમિયાન ઈરાક પાસે સામૂહિક વિનાશના શસ્ત્રો (WMD) હોવાનો આરોપ લગાવી હુમલો કર્યો હતો. તેમને ૧૩ ડિસેમ્બર ૨૦૦૩ ના રોજ અમેરિકી સેનાએ “ઓપરેશન રેડ ડૉન” હેઠળ એક ખાડામાંથી પકડ્યા હતા. બાદમાં અમેરિકાના ઈશારે ચાલતી ઈરાકની કઠપૂતળી અદાલતે સદ્દામ હુસૈનને ૧૯૮૨ ના દુજૈલ નરસંહાર માટે માનવતા વિરુદ્ધના ગુનાઓમાં દોષિત ઠેરવ્યા અને ૩૦ ડિસેમ્બર ૨૦૦૬ ના રોજ બગદાદમાં ફાંસી આપી દીધી.

મુઅમ્મર ગદ્દાફી

મુઅમ્મર ગદ્દાફી લીબિયાના લશ્કરી અધિકારી અને રાજનેતા હતા. તેમણે ૧૯૬૯ થી ૨૦૧૧ સુધી ૪૨ વર્ષ સુધી લીબિયા પર શાસન કર્યું. ૨૦૧૧ માં લીબિયામાં અમેરિકાના સમર્થનથી તેમની વિરુદ્ધ વ્યાપક વિરોધ પ્રદર્શનો અને વિદ્રોહ શરૂ થયો. ૨૦ ઓક્ટોબર ૨૦૧૧ ના રોજ સિરતે શહેરમાં નાટો (NATO) સમર્થિત બળવાખોરોએ તેમને પકડી લીધા અને તેમની હત્યા કરી દીધી. આ બળવાખોરોને અમેરિકી ગુપ્તચર એજન્સી CIA એ ગદ્દાફીની હાજરીની માહિતી આપી હતી.

- Advertisement -

ન્ગો દિન્હ દીમ

ન્ગો દિન્હ દીમ વિયેતનામ યુદ્ધના શરૂઆતી તબક્કામાં દક્ષિણ વિયેતનામના પ્રથમ રાષ્ટ્રપતિ હતા. એક કટ્ટર સામ્યવાદ-વિરોધી નેતા તરીકે તેમને અમેરિકાનું સમર્થન પ્રાપ્ત હતું. તેમની દમનકારી નીતિઓને કારણે અલોકપ્રિય થતા અમેરિકી CIA ના સમર્થનથી નવેમ્બર ૧૯૬૩ માં લશ્કરી બળવા (Coup) માં તેમની હત્યા કરી દેવામાં આવી હતી.

સલ્વાડોર અલંદે

સલ્વાડોર અલંદે ચિલીના ૨૯મા રાષ્ટ્રપતિ હતા. અમેરિકા તેમને પોતાના દુશ્મન માનતું હતું. એવામાં CIA એ તેમની વિરુદ્ધ બળવાની પટકથા લખી અને ૧૧ સપ્ટેમ્બર ૧૯૭૩ ના રોજ જનરલ ઓગસ્ટો પિનોશેના નેતૃત્વમાં ચિલીની સેનાએ હિંસક લશ્કરી બળવા દ્વારા તેમને સત્તા પરથી હટાવી દીધા. આ હુમલા દરમિયાન રાષ્ટ્રપતિ ભવનમાં જ તેમનું મૃત્યુ થયું હતું.

- Advertisement -
Share This Article