Blessing of Burntisland Shipwreck: 400 વર્ષ જૂના શાહી જહાજનો મળ્યો કાટમાળ, અંદર 5 ટન સોનું-ચાંદી હોવાનો અંદાજ

Arati Parmar
2 Min Read

Blessing of Burntisland Shipwreck: 30 વર્ષની શોધ બાદ મળ્યું 1633માં ડૂબેલું શાહી જહાજ, કરોડો પાઉન્ડના ખજાનાની આશા

Blessing of Burntisland Shipwreck: બ્રિટિશ શોધકોએ દાયકાઓની શોધખોળ બાદ 400 વર્ષ પહેલાં ડૂબેલા એક શાહી જહાજનું સ્થળ શોધી કાઢ્યું છે. તેની અંદર કરોડોની કિંમતનો ખજાનો હોવાનો અંદાજ છે. એક અહેવાલ અનુસાર, બ્લેસિંગ ઓફ બર્નટઆઇલેન્ડ નામનું આ જહાજ જુલાઈ 1633માં ચાર્લ્સ પ્રથમના રાજ્યાભિષેક પ્રવાસ દરમિયાન સ્કોટલેન્ડ નજીક ફર્થ ઓફ ફોર્થ (ઉત્તર સમુદ્રની ખાડી)માં ડૂબી ગયું હતું. આ જહાજમાં ડઝનબંધ લોકો ઉપરાંત કિંગ ચાર્લ્સ પ્રથમની શાહી સંપત્તિ સાથે જોડાયેલો મોટો ખજાનો પણ હતો.

જહાજમાં 5 ટન સોનું અને ચાંદી

માનવામાં આવે છે કે જહાજના કાટમાળમાં 5 ટન સુધી સોનું અને ચાંદી છે. તેમાં હેનરી અષ્ટમ માટે બનાવડાવવામાં આવેલું ડિનર સેટ પણ સામેલ છે. આ લાકડાનું જહાજ બર્નટઆઇલેન્ડ અને લીથ વચ્ચે મુસાફરી કરી રહ્યું હતું. અકસ્માતમાં 33 મુસાફરો અને ક્રૂના સભ્યોનાં મોત થયા હતા. માત્ર બે સભ્યો જીવતા બચ્યા હતા.

- Advertisement -

છેલ્લા 30 વર્ષથી આ જહાજને શોધવા માટે વોલન્ટિયર્સની એક ટીમ કામ કરી રહી હતી, પરંતુ કાટમાળની ઊંડાઈ, ફોર્થ નદીમાં સતત બદલાતી કાંપ અને સ્પષ્ટ રીતે દેખાઈ ન શકવાને કારણે તેને શોધવું મુશ્કેલ બની રહ્યું હતું. હવે બર્નટઆઇલેન્ડ શહેરથી માત્ર એક માઇલના અંતરે કદાચ તેનો કાટમાળ મળી ગયો છે.

સૈંકડો મિલિયન પાઉન્ડનો શાહી ખજાનો

બર્નટઆઇલેન્ડ બ્લેસિંગ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જહાજ ડૂબ્યું ત્યારે શાહી સામાનની કિંમત 100000 પાઉન્ડ હતી, જે આજના હિસાબે અનેક સૈંકડો મિલિયન પાઉન્ડ જેટલી થાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 30 વર્ષની શોધખોળ બાદ તે જહાજનો કાટમાળ મળી ગયો છે. ટૂંક સમયમાં આ કાટમાળમાંથી વસ્તુઓ બહાર કાઢવાનું કામ શરૂ થવાનું છે.

- Advertisement -

જહાજનો કાટમાળ કેવી રીતે મળ્યો?

રિપોર્ટમાં આગળ જણાવવામાં આવ્યું છે કે જહાજનો કાટમાળ કેવી રીતે શોધવામાં આવ્યો. તેમાં સમુદ્રની નીચે જમીનની અંદર જોવા માટેના રડારનો ઉપયોગ, એડવાન્સ્ડ સ્કેનિંગ ટેક્નિક્સ અને તે સ્થળની ભૌતિક તપાસ તથા લાકડાનો એક ટુકડો બહાર કાઢવા જેવી પ્રક્રિયાઓનો ઉલ્લેખ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે “કોર સેમ્પલથી પાક્કા સંકેત મળે છે કે આ કાટમાળ ધ બ્લેસિંગનો જ છે.”

Share This Article