Muni Swami Viral Video: કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સાધુઓનો વિવાદ: વધુ એક શિષ્યએ સંસારની વાટ પકડી

Arati Parmar
3 Min Read

Muni Swami Viral Video: અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મહંત નાના પી.પી. સ્વામીના વધુ એક શિષ્યના સાંસારિક જીવનમાં પ્રવેશના સમાચારથી સંપ્રદાયમાં ખળભળાટ મચી ગયો છે. તાજેતરમાં રામ સ્વામી નામના સાધુ પેન્ટ-શર્ટ પહેરીને સંસારમાં ગયા હતા, અને હવે તેમના નજીકના મિત્ર મનાતા કોઠારી મુનિ સ્વામીનો પણ પેન્ટ-ટીશર્ટ પહેરેલો વિડિયો વાયરલ થયો છે. આ વિડિયોમાં બંને સાધુઓ મોડી રાત્રે ગાંધીનગર પાસે એક પાનના ગલ્લા બહાર સામાન્ય વેશમાં જોવા મળ્યા હતા. આ ઘટના બાદ મુનિ સ્વામીએ પણ સંસારની વાટ પકડી લીધી છે. એવી ચર્ચાઓ ચાલી રહી છે કે દિવસે ભગવા વસ્ત્રોમાં રહેતા આ સાધુઓ રાત્રે છૂપી રીતે હોટલોમાં મોજમજા કરવા નીકળી પડતા હતા.

સંસ્થાના ખુલાસા અને આંતરિક વાસ્તવિકતા વચ્ચેનો વિરોધાભાસ

મંદિરના વહીવટી તંત્ર દ્વારા એવો બચાવ કરવામાં આવ્યો હતો કે આ સાધુઓ સ્વેચ્છાએ ત્યાગાશ્રમ છોડીને ગૃહસ્થાશ્રમમાં ગયા છે, પરંતુ વાયરલ થયેલા વિડિયોએ આ દાવાઓની પોલ ખોલી દીધી છે. જાણવા મળ્યું છે કે આ વિડિયો સપ્ટેમ્બર ૨૦૨૫ના સમયનો છે. મંદિરના આંતરિક સૂત્રો મુજબ, સંપ્રદાયના વડાઓ આ બધી પ્રવૃત્તિઓથી વાકેફ હતા, પરંતુ રામ સ્વામી એક પ્રભાવશાળી કથાકાર હોવાથી તેમની ભૂલોને નજરઅંદાજ કરવામાં આવતી હતી. વ્યાસપીઠ પરથી ધર્મની વાતો કરનારા સાધુઓનું આવું વર્તન ભક્તોમાં ભારે રોષ અને આઘાત જન્માવી રહ્યું છે.

- Advertisement -

ધર્મસત્તા અને રાજસત્તા વચ્ચેના સંબંધો પર ઉઠતા સવાલો

આ વિવાદની સાથે જ સંપ્રદાયના ઉચ્ચ પદાધિકારીઓના રાજકીય નેતાઓ સાથેના સંબંધો પણ ટીકાનો વિષય બન્યા છે. આચાર્ય કોશલેન્દ્રપ્રસાદ પાંડે દ્વારા જાહેરમાં રાજકીય નેતાઓને ‘સાહેબ’ કહીને સંબોધવા અને તેમની સામે ઝૂકવાની વૃત્તિને ધર્મગુરુના પદની ગરિમા વિરુદ્ધ ગણાવવામાં આવી રહી છે. ધર્મસત્તા જ્યારે રાજસત્તાની ગુલામી કરતી જોવા મળે ત્યારે ધર્મનું પતન નિશ્ચિત છે તેવી ચર્ચાઓ ભક્તોમાં શરૂ થઈ છે. જેતલપુર જેવા ઉત્સવોમાં આચાર્યની આ પ્રકારની વર્તણૂકે ધર્મપ્રેમી જનતામાં અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.

વિવાદાસ્પદ નિવેદનો અને સંપ્રદાયની ગરિમાને પહોંચતું નુકસાન

આચાર્ય દ્વારા જેતલપુર મહોત્સવ દરમિયાન આપવામાં આવેલા નિવેદનો, જેવા કે “હું એટોમ બોમ્બ ફોડું છું અને બાપજી હાઇડ્રોજન બોમ્બ છે”, તેની વ્યાપક ટીકા થઈ રહી છે. એક ધર્મગુરુએ કેવી મર્યાદિત અને સંયમિત ભાષામાં વાત કરવી જોઈએ તેનું ભાન ભુલાયું હોય તેવું જણાય છે. વધુમાં, મીડિયા રિપોર્ટ્સ મુજબ આચાર્યના પરિવારમાં ચાલતા આંતરિક ઝઘડા અને કાયદાકીય કેસોને દબાવવા માટે તેઓ સરકારી તંત્ર અને સત્તાધારી પક્ષનો આશરો લેતા હોવાના આક્ષેપો પણ થયા છે. આ બધી બાબતો સ્વામિનારાયણ સંપ્રદાયની વર્ષો જૂની ગરિમાને ઠેસ પહોંચાડી રહી છે.

- Advertisement -
Share This Article