Ahmedabad Mumbai Bullet Train Project: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 300 કિમી વાયાડક્ટ્સનું કામ પૂરું, સુરતમાં 40 મીટર ગર્ડર મૂકાયો

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Ahmedabad Mumbai Bullet Train Project: નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ-એનએચઆરસીએલ-દ્વારા મુંબઇ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોરના સૌથી મહત્વના 300 કિમીના વાયાડક્ટ્સનું કામ પુરૂ થયું હોવાની મંગળવારે જાહેરાત કરવામાં આવી હતી. સુરતમાં 40 મીટર લાંબો ગર્ડર મુકવાની કામગીરી પુરી થતાં જ આ કામ પુરૂ થયું હતું. 508 કિમીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વાયાડક્ટસ ઉપરાંત 383 કિમીનું પિયર વર્ક, 401 કિમીનું  ફાઉન્ડેશનનું કામ અને 326 કિમીનું ગર્ડર કાસ્ટિંગનું કામ પણ પુરૂ થયું છે.

એનએચઆરસીએલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બુલેટ ટ્રેનના અવાજના પ્રદૂષણને ટાળવા આ વાયાડક્ટસની સમાંતર ત્રણ લાખ નોઇઝ બેરિયર પણ બેસાડવામાં આવ્યા છે. વાયાડક્ટસ પર પાટા બેસાડવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આશરે 157 કિમીના રીઇન્સફોર્સ્ડ કોન્ક્રિટના ટ્રેક બેડનું બાંધકામ પણ પુર્ણ કરવામાં આવ્યું છે.

- Advertisement -
Share This Article